Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

SC નો ચુકાદો, DND ફ્લાઈ વે પર ટોલ ટેક્સ વસૂલી પર નહી લાગે રોક

supreme court gives three months to allahabad highcourt for DND toll plaza case

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટને ડીએનડી ટોલ પ્લાઝાને ખતમ કરવાની માંગની અરજીને ૩ મહિનામાં ઉકેલવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ નોઇડા રેજીડેનટ્સ વેલફેર અસોસિયેશનની એક અરજી પર સુનવણી કરતા આ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ફેડરેશને કહ્યું હતું કે, ૨૦૧૨ થી તેની જનહિત અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અત્યાર સુધી ૬૯ વાર મામલામાં સુનવણી માટે હાઇકોર્ટમાં લાવવામાં આવ્યો છે. ત્રણ વાર પ્લાઝા પર ટોલ સંગ્રહ પર રોક લગવવાની અરજી લગાવાઈ હતી પરંતુ અત્યાર સુધી તેના પર કોઈ નિર્ણય નથી આપ્યો. આખરે ફેડરેશને સુપ્રીમ કોર્ટના આ મામલાને જલ્દી જ ઉકેલવાનો સૂચનાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટથી આ માંગ કરવામાં આવી હતી કે ટોલ પ્લાઝા પર ટોલ વસૂલી બંધ થઇ પરંતુ કોર્ટે કહ્યું કે, ૩ મહિનામાં જો હાઇકોર્ટ અરજી સમાધાન નથી કરતા તો અરજીકર્તા પાછા સુપ્રીમ કોર્ટ આવી શકે છે. ટોલ વસુલનાર કંપનીને થઇ રહ્યો છે ફાયદો હાઇકોર્ટમાં દાખલ અરજીમાં ફેડરેશને કહ્યું કે, ટોલ વસુલનાર કંપની નોઇડા ટોલ બ્રિજ કંપનીએ નોઇડા ઓથોરીટી સાતેહ ૧૯૯૭માં કરાર કર્યો હતો. કરાર એકતરફી કરવામાં આવ્યું હતું. જેનાથી દરેક પરિસ્થિતિમાં ટોલ વસુલનાર કંપનીને ફાયદો થાય. આખો કરાર એક ગોટાળો છે. આ પ્રોજેક્ટની ૪૦૭ કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. જયારે ૬ ડિસેમ્બર ૨૦૧૨ ની ઓડિટ રીપોર્ટ મુજબ કંપનીને ૫૮૪ કરોડનો ફાયદો થશે. કિંમતથી ૪ ગણું વધારે વસૂલી અરજીકર્તા મુજબ અત્યાર સુધી કંપની કિંમતથી ચાર ગણા વધારે પૈસા વસૂલી ચુકી છે પરંતુ તો પણ ટોલ પ્લાઝા ચાલી રહ્યું છે. આ પણ કહેવામાં આવ્યું છે કે, ખુદ પ્લાનિંગ કમિશનની એક રીપોર્ટ કહે છે કે, આ અખો કરાર એક પબ્લિક લૂટ છે. કરાર કંઇક એવો કરવામાં આવ્યો હતો કે, જો નોઇડા ઓથોરીટી આ કરારને ખતમ કરવા ઈચ્છે તો તેણે ૫૩ હજાર કરોડ કંપનીને આપવાના રહેશે.

The post SC નો ચુકાદો, DND ફ્લાઈ વે પર ટોલ ટેક્સ વસૂલી પર નહી લાગે રોક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

SC નો ચુકાદો, DND ફ્લાઈ વે પર ટોલ ટેક્સ વસૂલી પર નહી લાગે રોક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×