Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Congress માં બનશે ‘પોલીસ ગ્રુપ’, જનતા અને નિષ્ણાતોનો લેવાશે અભિપ્રાય

Congress to start policy group, will take expert advises in policy making.

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હાલ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. જનતાની વચ્ચે તેનો જનાધાર પણ ઘટ્યો છે. તેથી જ હવે તે કોઇપણ નીતિ કે અભિપ્રાય જનતા અને જે તે ક્ષેત્રના નિષ્ણાંતને મળીને બનાવવાની તૈયારીમાં છે. સુત્રો પાસેથી મલ્ટી જાણકારી મુજબ પક્ષ એક પોલીસી ગ્રુપનું એલાન કરશે, જેમાં કોઈ ક્ષેત્રમાં વિશેષ રૂચી અને જાણકારી રાખવાવાળા નેતાઓને સામેલ કરવામાં આવશે. તેમને પણ સત્તાવાર રીતે પોલીસ ગ્રુપમાં રાખીને સમાજ સાથે જોડાયેલા મહત્વના મુદ્દે નીતિ ઘડવામાં આવશે. કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કોઈ વિષયના જાણકારોની વચ્ચે મંતવ્યો મેળવવા માટેની ચર્ચા કરાવવા અને પછી પક્ષની નીતિને અંતિમ રૂપ આપવાની જવાબદારી રાહુલ ગાંધીના નજદીકી કે. રાજુને આપવામાં આવશે. તે એક રીતે ગ્રુપના સંયોજકની ભૂમિકામાં રહેશે. તેના પર આખરી મંજુરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આપશે. કોંગ્રેસને લાગે છે કે ભાજપ સરકાર પોતાની નવી શિક્ષણ નીતિમાં સંપૂર્ણ બદલાવ કરી શકે છે. જુના નેતાઓના કદને ઘટાડી શકે છે, ઇતિહાસમાં નહેરુ, ઇન્દિરા ગાંધી સહીત તમામ લોકોની ભૂમિકા ઓછી કરી શકે છે. સાથે જ ભાજપ પોતાના પસંદના લોકોની ઇતિહાસમાં મોટી ભૂમિકા રજુ કરવાના પ્રયાસ પણ કરી શકે છે. કુલ મળીને કોંગ્રેસને લાગે છે કે, શિક્ષણનું ભગવાકરણથઇ શકે છે. એટલે જ સૌથી પહેલા પક્ષ તે દિશામાં પહેલ કરવા જઈ રહી છે. પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી સહીત શિક્ષણના ક્ષેત્રમાં દખલ રાખવાવાળા નેતાઓની સાથે જેએનયું, બીએચયું સહીત તમામ શૈક્ષણિક સંસ્થાઓના જાણકારી સહીત શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોની મદદ લેવામાં આવશે. જ્યારબાદ પક્ષ પોતાની શિક્ષણ નીતિ સામે લઈને આવશે. મહત્વની વાત તો તે છે કે જ્યારે જનતાની વચ્ચે તેને લાવવામાં આવશે ત્યારે જણાવી દેવામાં આવશે કે રાજકારણથી દુર રહેવાવાળા કેટલા જાણકારોએ તેને બનાવવામાં ભૂમિકા ભજવી છે. હકીકતમાં આ રીતે પક્ષ તેવો સંદેશ આપવા માંગે છે કે તે જે નીતિ સામે લાવી રહે છે, તે જ સાચી છે અને કોઇપણ પક્ષ તરફી નથી. જ્યારે કે તેનાથી ઉલટું સરકારની નીતિ તથ્યોને તોડી મરોડીને એક ખાસ પક્ષ માટે ઘડવામાં આવી છે. સુત્રોનું માનીએ તો આ વ્યવસ્થા ફક્ત શિક્ષણ નીતિ સુધી જ સીમિત નહી રહે. પછી ચાહે વિદેશ નીતિ હોય, રક્ષા નીતિ હોય, આર્થિક નીતિ હોય કે પછી સમાજથી જોડાયેલા અન્ય તમામ મુદ્દા હોય, કોંગ્રેસ પોતાની પોલીસી આ રીતે સામે લાવશે. એટલે કે પક્ષના તે ખાસ ક્ષેત્રથી જોડાયેલા અથવા તેમાં રસ દાખવનારા નેતા અને તેના ક્ષેત્રના જાણકાર સાથે મળીને પક્ષની નીતિ નક્કી કરશે. કોંગ્રેસ પક્ષને લાગે છે કે તાજેતરમાં જ સમાજ અને તેમની વિચારધારામાં બદલાવ આવ્યો છે. બીજીતરફ પક્ષને લાગે છે કે ભાજપ અને તેના સમર્થકોનો પ્રોપોગેંડા સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો છે, ત્યાં એક રાજકીય પક્ષ પ્રજાના દરેક મુદ્દાને ઉઠાવી તેમનું ધ્યાન રાખતો હોય છે. એટલે તમામ નીતિ નિર્ધારણના મામલે સ્વતંત્ર જાણકારો, વિચારકો અને વિશેષજ્ઞો દ્વારા તે સામાન્ય જનતાને તે સચ્ચાઈથી વાકેફ કરશે જેને તે ઈચ્છે છે અને આ જ રીતે તે સરકારની નીતિઓના વિરોધમાં જનમાનસમાં સ્થાન મેળવશે.

The post Congress માં બનશે ‘પોલીસ ગ્રુપ’, જનતા અને નિષ્ણાતોનો લેવાશે અભિપ્રાય appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Congress માં બનશે ‘પોલીસ ગ્રુપ’, જનતા અને નિષ્ણાતોનો લેવાશે અભિપ્રાય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×