Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કેન્દ્રીય કર્મચારીઓની Strike પર જવાની જાહેરાત અયોગ્ય : જેટલી

Union Workers Strike Declare Illegal Told Minister Arun Jaitley

કેન્દ્રીય નાંણામંત્રી અરુણ જેટલીએ સાતમાં પગાર પંચના અમલ બાદ પણ સરકારી કર્મચારીઓની Strike પર જવાની જાહેરાતને અયોગ્ય ગણાવી છે. આ પગાર પંચના અમલ બાદ તેમનું વેતન ખાનગી કંપની કરતા વધુ થઈ જશે. આ અંગે જેટલીએ વધુમાં જણાવ્યું કે આઈઆઈએમ અમદાવાદમાં કરાયેલા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓનું લધુતમ વેતન ૨૨ હજારથી વધી જશે. જયારે ખાનગી કંપનીઓમાં લધુતમ વેતન માત્ર ૯૦૦૦ રૂપિયા જ છે. આ ઉપરાંત આ પગાર ધોરણ લાગુ કરવાથી લોકોની બચત વધશે અને માંગમાં પણ વધારો થશે. જેનો સીધો લાભ અર્થવ્યવસ્થાને થશે. ઉલ્લેખનીય છે કે ૭માં વેતનપંચની ભલામણોથી નારાજ ૩ર લાખ કર્મચારીઓ ૧૧ જુલાઇથી હડતાલ ઉપર જશે. સરકારી કર્મચારીઓના મહાસંઘે ૧૧ જુલાઇથી હડતાલ ઉપર જવાનુ એલાન કર્યુ છે. તેમાં રેલ્વે, પોસ્ટ અને સેનાની ઓર્ડીનન્સ ફેકટરીના કર્મચારીઓ સામેલ હશે. આ સિવાય રેલ્વે કર્મચારીઓ પણ આ હડતાલમાં સામેલ થશે તો ૪ર વર્ષમાં પહેલો મોકો હશે કે રેલ્વે કર્મચારીઓ હડતાલ ઉપર જશે. ચેન્નાઇમાં સરકારી કર્મચારીઓ ગઇકાલે જ વેતનપંચની ભલામણો વિરૂધ્ધ શેરીઓમાં ઉતરી આવ્યા હતા. કર્મચારીઓ વેતનપંચની ભલામણોથી નારાજ છે. કર્મચારી સંઘ ૧૮,૦૦૦ રૂ.ના ન્યુનતમ વેતનને વધારવાની માંગણી કરી રહ્યા છે. તેઓને વર્તમાન પેન્શન વ્યવસ્થા પણ નામંજુર છે. જો કે નાણામંત્રીએ દાવો કર્યો છે કે, કર્મચારીઓને મનાવી લેવાશે. ઓલ ઇન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવગોપાલ મિશ્રા કહે છે કે, ટેકનીકલ સ્વરૂપથી માત્ર ૧૪ ટકા જ પગાર વધારો થયો છે. પંચે બધા ભથ્થાને જોડી ર૩ ટકાની માયાજાળ બતાવી છે. આનાથી ઉલ્ટુ છઠ્ઠા વેતનપંચે પર ટકા અને પાંચમાં વેતનપંચે ૪૦ ટકાનો વધારો કર્યો હતો. તેમણે કહ્યુ છે કે, અમે પંચની ભલામણો વિરૂધ્ધ સરકાર સમક્ષ અમારી વાત રજુ કરી હતી. અમારી માંગ હતી કે, નવી પેન્શન નીતિને હટાવીને જુની પેન્શન નીતિ લાગુ કરવામાં આવે ઉપરાંત ન્યુનતમ વેતન ર૬,૦૦૦ થવુ જોઇએ.તેમણે કહ્યુ હતુ કે, ૧૧ જુલાઇએ સવારે ૬ વાગ્યાથી દેશભરમાં રેલ્વે ચક્કાજામ થઇ જશે. આ ઉપરાંત પોસ્ટ, આયકર, એકસાઇઝ, સર્વિસ ટેક્ષ કાર્યાલય વગેરેમાં હડતાલ પડશે એટલુ જ નહી સૈન્ય ઓર્ડીનન્સ કર્મચારીઓ પણ હડતાલ ઉપર જશે.

The post કેન્દ્રીય કર્મચારીઓની Strike પર જવાની જાહેરાત અયોગ્ય : જેટલી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કેન્દ્રીય કર્મચારીઓની Strike પર જવાની જાહેરાત અયોગ્ય : જેટલી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×