Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સોનગઢ પોલીસે વાંકવેલ રોડ પરથી Innova માં સવાર નશામાં ધુત્ત ત્રણ યુગલોને કઢંગી હાલતમાં ઝડપ્યા

Songadh police captures 3 youngsters in drunken position.

સુરત જિલ્લાની સોનગઢ પોલીસે વાન્ક્વેલ રોડ પરથી ઇનોવામાં સવાર નશામાં ધુત્ત ત્રણ યુગલોને કઢંગી હાલત માં ઝડપી પાડ્યા:પોલીસે ઇનોવા કાર, બીયરની બે બોટલો તથા મોબાઈલ મળી કૂલ રૂ.૫,૪૦,૭૦૦/-ના મુદ્દામાલ સહિત અટક કરી હતી. જ્યારે ઝડપાયેલ ત્રણેય મહિલાઓ પશ્ચિમબંગાળથી બોલાવાયેલી રૂપલલનાઓ હોવાની શંકા સેવાઈ રહી છે. સોનગઢથી લક્કડકોટ જવાના રસ્તે આવેલા વાન્ક્વેલ પાસેના એક મેદાન માંથી સોનગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતા ઇનોવામાં સવાર નશામાં ધુત્ત ત્રણ યુગલોને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે સોનગઢથી લક્કડકોટ જવાના રસ્તે વાન્ક્વેલ પાસે આવેલા મેદાન માં એક ઈનોવા કાર ઉભેલી હતી. તેમાં કૈક શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી જેના આધારે પોલીસે જગ્યા પર જઈને જોતા ઈનોવા કારની તલાશી લીધી હતી. તેમાં કારમાં સવાર ત્રણ પુરુષો તથા ત્રણ સ્ત્રીઓ બીભત્સ ચેનચાળા જાહેરમાં કરતા હતા. આ તમામ ખૂબ જ નશો કરેલી હાલતમાં હોવાથી પોલીસે તાત્કાલિક મહિલા પોલીસને બોલાવી તમામને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે અમે ત્રણ મિત્રો છીએ અને મહિલાઓએ અમે ત્રણેય બહેનપણી છીએ અને ફરવા આવ્યા હતા તેમ જણાવ્યું હતું. જયારે ઈનોવાની તલાશી લેતા તેમાંથી બે સીલબંધ બોટલો મળી આવી હતી. જયારે તમામની અંગ ઝડતી દરમિયાન તમામ પાસેથી અલગ અલગ કંપનીના ૮ મોબાઈલ મળી આવ્યા હતા.જેથી પોલીસે ઈનોવા કારની કિંમત રૂ.૫,૦૦,૦૦૦ તથા ૮ મોબાઈલની કિંમત રૂ.૪૦,૫૦૦/-તથા બે બીયરની બોટલની કિંમત રૂ.૨૦૦/- મળી કૂલ રૂ. ૫,૪૦,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જીપી એક્ટ ૭૯,૧૧૦,૧૧૭, તથા પ્રોહી એક્ટ ૬૬(૧)બી,૬૫એઈ,૧૧૬(૨),૮૫(૧)(૩) મુજબ ગુનો નોંધી તમામ ને તબીબી પરીક્ષણ માટે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢ પોલીસ ની આ કામગીરી માં કૈક અજુગતું વર્તાય છે કારણ કે આટલી મોંઘીદાટ ઈનોવામાં સવાર ત્રણેય પુરુષો મોજશોખ માટે આ તરફ આવ્યા હતા અને તેમની સાથેની મહિલાઓ શંકાસ્પદ રૂપલલનાઓ હોવાની શંકા પોલીસ દ્વારા સેવાઈ રહી છે ત્યારે તમામ પાસેથી માથા કરતા વધારે મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે મોજશોખ કરવા આવેલા આ તમામ વ્યક્તિઓમાંથી કેમ કોઈની પાસે એક પણ રૂપિયાની રોકડ રકમ ના મળી આવી તે વાત ગળે ઉતરતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢ એક છેવાડાનો સરહદી વિસ્તાર છે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી તેને ઘટાડવા માટે રાત્રી દરમિયાન ગુનેગારોને મોકળું મેદાનના મળે અને વધતીજતી ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તો ઘણા બધા આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વોને ડામી શકાય તેમ છે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

The post સોનગઢ પોલીસે વાંકવેલ રોડ પરથી Innova માં સવાર નશામાં ધુત્ત ત્રણ યુગલોને કઢંગી હાલતમાં ઝડપ્યા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સોનગઢ પોલીસે વાંકવેલ રોડ પરથી Innova માં સવાર નશામાં ધુત્ત ત્રણ યુગલોને કઢંગી હાલતમાં ઝડપ્યા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×