Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૧૨ કલાક બેટરી બેકઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યું HP Chromebook 11 G5

HP Chromebook 11 G5 With 12-Hour Battery Life Launched

એચપીનું નવું લેપટોપ ક્રોમબૂક ૧૧ G5 લોન્ચ થઇ ગયું છે. આ લેપટોપના બે વેરીયેંટ ઉપલબ્ધ થશે. ટચસ્ક્રીન વેરીયેંટ અને સ્ટાન્ડર્ડ મોડલ. કંપનીનો દાવો છે કે ટચસ્ક્રીન વેરીયેંટ બેટરી એક વારમાં ૧૧ કલાક સુધી ચાલશે, સ્ટાન્ડર્ડ મોડલની બેટરી ૧૨ કલાક ૩૦ મિનીટ સુધી ચાલશે. બંને વેરીયેંટમાં યૂએસબી ૩.૧ પોર્ટ અને હેડફોન જેક હશે. આ ક્રોમબૂકમાં ડિસપ્લેના બે વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેમાં ગોરિલા ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ ૧૧.૬ ઇંચની એચડી ૧૩૬૬ x ૭૮૬ પિક્સેલની આઈપીએસ ટચસ્ક્રીન ડિસપ્લે અને ૧૧.૬ ઈચની એચડી ૧૩૬૬ x ૭૮૬ પિક્સેલની એંટી-ગ્લેયર સ્ટાન્ડર્ડ ડિસપ્લે હશે. આ લેપટોપમાં ક્રોમ ઓએસ ઇન્ટરફેસ હશે, એટલે કે લેપટોપમાં એપ માટે સપોર્ટ પણ હશે. ગૂગલે હાલમાં તે ક્રોમબૂકની યાદી જાહેર કરી છે જે ગૂગલ પ્લે સપોર્ટ સાથે આવે છે. તેમાં ઇન્ટેલ સેલેરોન એન૩૦૬૦ (ડ્યુઅલ-કોર, ૨ એમબી કેશે, ૨.૪૦ GHz કલોક સ્પીડ) સાથે ૨ જીબી અથવા ૪ જીબી રેમ આપવામાં આવી છે. તેમાં એચપી ટ્રૂવિઝન એચડી વેબકેમ પણ આપવામાં આવ્યો છે. સ્ટોરેજમાં તમને ૧૬ જીબી અથવા ૩૨ જીબીનો વિકલ્પ મળશે. ક્રોમબૂક ૧૧ G5 ને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. આ લેપટોપની કિંમત લગભગ ૧૨,૮૦૦ રૂપિયાથી શરુ થશે. અત્યારે આ લેપટોપની ઓનલાઈન ખરીદી કરી શકાય છે પણ રીટેલ સ્ટોર પર ઓક્ટોમ્બરથી તેનું વેચાણ શરુ થશે.

The post ૧૨ કલાક બેટરી બેકઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યું HP Chromebook 11 G5 appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૧૨ કલાક બેટરી બેકઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યું HP Chromebook 11 G5

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×