Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બનાવો દહીંની વિવિધ વાનગીઓ

દહીં કબાબ

સામગ્રી : ૫૦૦ ગ્રામ પનીરનું છીણ ૪૦૦ ગ્રામ વલોવેલું દહીં ૨ નંગ સમારેલી ડુંગળી ૧ ટેબલ સ્પૂન મરચું ૧/૨ ટી સ્પૂન એલચીનો પાઉડર ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો ૨-૩ નંગ સમારેલા લીલા મરચાં ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર ૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ એક ચપટી જાવંત્રીનો પાઉડર મીઠું સ્વાદાનુસાર તળવા માટે તેલ રીત : સૌ પ્રથમ ચણાના લોટ સિવાયની બધી સામગ્રી એક બાઉલમાં મિકસ કરો. તે પછી તેમાં ચણાનો લોટ ભેળવીને બે મિનિટ રહેવા દો. આ મિશ્રણમાંથી લગભગ વીસ જેટલા ગોળા બનાવો. તે પછી તેને હથેળીથી દબાવીને કબાબ જેવો શેપ આપો. આને દસ મિનિટ માટે ફ્રિઝમાં રહેવા દો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ દહીં કબાબને બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તમે ઇચ્છો તો આને કટલેસની માફક તેલ મૂકીને સાંતળી પણ શકો. આ દહીં કબાબને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

દહીં પાપડી ચાટ

સામગ્રી : ૨૪ પાપડી ૨ મધ્યમ બાફેલા બટાકા ૧/૨ કપ પલાળેલ મગની દાળ ૧,૧/૨ કપ દહીં ૧ ચમચી જીરા પાવડર ૧/૨ ચમચી લાલ મરચું પાવડર ૨ ચમચી દાડમના દાણા ૧ ચમચી ખાંડ ૧/૪ કપ લાલ મરચું અને લસણની ચટણી ૧/૪ કપ લીલી ચટણી ૧/૪ કપ ગળી ચટણી ૧/૨ ચમચી ચાટ મસાલો સેવ જરૂરિયાત મુજબ રીત : દહીંને યોગ્ય રીતે ફેટી લો અને તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરી ફ્રિજમાં મૂકી દો. એક મોટી પ્લેટમાં પાપડી મૂકો અને દરેક સ્લાઈડ પર મસળેલા બટાકાનું મિશ્રણ મૂકો. હવે તેની પર બાફેલી મગની દાળ અને બધી ચટણી ફેલાવી લો. હવે તેની પર જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું નાખો. ફ્રિજમાં મુકેલ દહીં બહાર કાઢો. હવે ફરીથી ઉપર ગળી ચટણી, કોથમીર, સેવ અને દાડમના દાણા નાખી સર્વ કરો.

દહીં ભલ્લા

સામગ્રી : અડધો અડધો કપ મગ અને અડદની દાળ મીઠું સ્વાદ અનુસાર ૨ ચમચી મગ બાફેલા અડધો કિલો દહીં ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ ૧ ચમચી જીરા પાવડર તળવા માટે તેલ રીત : મગ અને અડદની દાળને અલગ-અલગ ૫-૬ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો અને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં આદુ-લીલા મરચાની પેસ્ટ અને મીઠું નાખો. એક પેનમાં તેલ ગરમ કરી દાળનું થોડું મિશ્રણ લો અને હથેળી પર રાખી ચપટો આકાર આપો. ત્યારબાદ ગરમ તેલમાં તે બ્રાઉન થાય ત્યાં સુધી તે તળો. એક વાસણમાં પાણી લો. તેમાં તળેલા વડા નાખો. થોડા સમય પછી જ્યારે તે ફૂલી જાય ત્યારે હળવા હાથે દબાવીને તેમાંથી પાણી નીચોવી દો અને બહાર નીકાળી દો. એક સર્વિંગ પ્લેટમાં વડા મૂકો તેના પર ગળી ચટણી, જીરું પાવડર અને ચાટ મસાલો નાખી મગ અને કેળાની વેફર્સથી ડેકોરેટ કરી તેને સર્વ કરો.

ચિલી દહીં ભિંડી ફ્રાય

સામગ્રી : ભીંડા – ૧/૨ કિલો દહીં – ૧ કપ તેલ – ૨ ચમચી સૂકા લાલ મરચા – ૨ ડુંગળી – ૧ સમારેલી રાઈ – ૧ ચમચી હળદર પાવડર – ૧/૧/૨ ચમચી મરચું પાવડર – ૧/૨ ચમચી ટામેટા – ૧/૨ મીઠું સ્વાદ અનુસાર રીત : સૌથી પહેલા ભીંડાને ધોઈ લો અને પછી તેને લુછી લો. તેને ૫ મિનિટ માટે સુકાવા દો. ૫ મિનિટ પઢી ભીંડાને મોટા-મોટા સમારી લો. એક વાસણમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈના દાણા અને ડુંગળી નાખો. જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં મરચું અને હળદર પાવડર નાખીને ફ્રાય કરો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખીને તેને ફ્રાય કરો. જ્યારે તેલ છુટું પડતું દેખાય તો તેમાં ભીંડાના મોટા સમારેલા ટુકડા નાખી દો. તેને સારી રીતે મિક્સ કરી તેમાં મીઠું નાખો. ગેસની આંચ એકદમ ધીમી કરી દો અને વાસણને ઢાંકી દો, જેથી ભીંડા સારી રીતે ચડી જાય. થોડા સમય પછી ઢાકણું દૂર કરો અને તેમાં દહીં નાખીને તેને ચડવવા દો. તેને માત્ર ૨ મિનિટ માટે રાખો. જ્યારે સબ્જી થોડી સુકાઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો. ચિલી દહીં ભિંડી તૈયાર છે, તેને ગરમાગરમ સર્વ કરો.

દહીં કચોરી

સામગ્રી : ૧ કિલો મેંદો ૩૦૦ ગ્રામ ચણાનો લોટ ૨ ચમચાઆખા ધાણા બે મોટા ચમચા ઘી ૨ ચમચા વરિયાળી આંબલી ની ચટણી ૧૮ નંગ મોટા લાલ મરચાં રીત : સૌ પ્રથમ મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ચણાનો લોટ કોરો શેકવો. તેમાં ઘટ્ટ આંબલીનું પાણી અને પ્રમાણસર મીઠું નાખી લોટને તરત ચોળી નાંખો. પછી વરિયાળી, ધાણા, મરચાં તેલમાં શેકીને વાટી લો પછી ચણાના લોટમાં મિક્સ કરો. મેંદાના લોટમાંથી મધ્યમ નાના માપના લુઆ કરી તેને હલકે હાથે વણો. તેમાં મસાલાવળો ચણાનો લોટ પ્રમાણસર ભરી કચોરી વાળીને તળો. આ હલકે હાથે વણવી જરૂરી છે, ભરવા માટે અડધા કિલો મઠને સરખા બાફો. તેને તેલ અને હીંગનો આછો વઘાર આપો. તૈયાર થઇ ગઈ દહીં કચોરી અને તેને એલ પ્લેટમાં સર્વ કરો.

કોર્ન દહીં ભલ્લા ચાટ

સામગ્રી : ૧ કપ અડદની દાળ ૩ કપ મકાઈ બાફેલી ૧/૨ કપ કોર્ન ફ્લોર ૩/૪ લીલા મરચા ઝીણા સમારેલા ૪-૫ ચમચી દહીં સંચળ સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ રીત : અડદની દાળ આખી રાત પાણીમાં પલાળીને ક્રશ કરી લો. મકાઈને દાણાદાર ક્રશ કરી લો. હવે અડદની દાળમાં ક્રશ કરેલ મકાઈ, મીઠું, કોર્ન ફ્લોર, લીલા મરચા મિક્સ કરો. આ મિશ્રણના નાની-નાની સાઈઝના બોલ્સ ભલ્લા બનાવીને ડીપ ફ્રાય કરો. તળ્યા પછી થોડા સમય માટે તેને ઠંડા પાણીમાં મૂકી રાખો. ત્યારબાદ પાણી નીચોવીને ભલ્લાને અલગ રાખો. હવે દહીંમાં પાણી અને મીઠું મિક્સ કરી લો. આ મિશ્રણમાં ભલ્લા મૂકી ૨ કલાક સુધી રહેવા દો. ત્યારબાદ ચાટ મસાલો, સંચળ અને લાલ મરચું પાવડર નાખી તેને સર્વ કરો.  

The post બનાવો દહીંની વિવિધ વાનગીઓ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બનાવો દહીંની વિવિધ વાનગીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×