Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ PM Modi સાથે કરી મુલાકાત

નવી દિલ્હી : માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા સાત મહિનામાં ત્રીજી વખત ભારતના પ્રવાસે આવ્યા છે. તેમણે સોમવારે સવારે ટેલીકોમ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ દિલ્હીમાં માઈક્રોસોફ્ટની ઇવેન્ટમાં એડ્રેસ કરવા પહોચ્યા છે. સત્યા નડેલા નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રને લગતા અનેક પ્રશ્નો અંગે એમની સાથે ચર્ચા કરી હતી. સત્યા નાડેલાએ ગાલીબના શેરથી માઈક્રોસોફ્ટ ઇવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, એપ્સની દુનિયામાં મોટા બદલાવ આવી રહ્યા છે. આ એપ્સ માનવ ક્ષમતાને મજબુત કરે છે.અ આ દરમિયાન નડેલાએ ગાલીબનો એક શેર પણ સંભળાવ્યો છે. જાણો... નડેલાએ બીજું શું કહ્યું? - માઈક્રોસોફ્ટની ઇવેન્ટ 'ટેક ફોર ગુડ, આઈડીયાઝ ફોર ઇન્ડિયા' ઇવેન્ટમાં નડેલાએ કહ્યું કે, હવે સમય હોલાલૈસનો આવી ગયો છે. તેના દ્વારા નાસાના સાયન્ટિસ્ટ એક કમરામાં બેસીને પણ મંગળ ગ્રહની રીયલ-ટાઈમ સ્ટડી કરી શકશે. - તેમણે કહ્યું કે, જયારે તમે દુનિયાને જોવાનો નજરીયો બદલી લે છે તો તમે દુનિયાને પણ બદલી શકો છો. - સત્યા નડેલાએ ગાલીબનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, દિલ્હીના એક શાયરે શું ગજબની વાત કહી છે. - પછી નડેલાએ કહ્યું કે, હજારો ખ્વાહિશે એસી કી હર ખ્વાહીશ પર દમ નિકલે, બહુત નિકલે મેરે અરમાં મગર, ફિર ભી કમ નિકલે. તેમના આ અંદાજ પર ઘણી વાર સુધી તાળીઓના ગડગડાટ શરુ રહ્યા. - તેમણે મોબાઈલ ફર્સ્ટ, ક્લાઉડ ફર્સ્ટ ઈકોનોમી વિષે પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, અમે એવી દુનિયામાં છીએ જેમાં લોકો ડીજીટલી ક્યાંયયહી પણ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યા પર કનેક્ટ થઇ શકે છે. નોંધનીય છે કે, સત્યા નડેલા ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિયા આવ્યા હતા. તે રજાઓમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડું સાથે મુલાકાત કરી હતી. જો કે, નડેલાએ આ દરમિયાન હૈદરાબાદમાં ટી-હબ ઈન્ક્યુબેટરના કેમ્પસ અને માઈક્રોસોફટ ડેવલોપમેન્ટ સેન્ટરની મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એપલના સીઈઓ ટિમ કુક આ દિવસોમાં ઈન્ડિયામાં છે. ઈન્ડિયામાં માર્કેટ દ્વ્રારા આઈફોનના સેલ્સને સ્પીડ આપવાની યોજના પર કામ કરી રહ્યાં છે.  ઈન્ડિયામાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ખુબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જૂન સુધીમાં દેશમાં 37 કરોડ કરતા પણ વધુ ઈન્ટરનેટ યુઝર થશે.

The post માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ PM Modi સાથે કરી મુલાકાત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ PM Modi સાથે કરી મુલાકાત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×