Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Twitter એ બગ પકડનારને આપ્યા ૩૨ લાખ ડોલર

Twitter is giving 3.2 million Dollar to bug killer

માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરે બગ પકડવા માટે પોતાના અભિયાન 'હેકર વન' હેઠળ છેલ્લા બે વર્ષોમાં શોધકર્તાઓ અને બગ શોધવાવાળાને કુલ ૩,૨૨,૪૨૦ ડોલરની ચુકવણી કરી છે. ટ્વીટરના સોફ્ટવેર એન્જીનિયર અકાર્ડે ટેટેલમાને શુક્ર્વારે એક બ્લોગ postમાં કહ્યું કે, "અમે પોતાના ઉપયોગકર્તાને અધિકતમ સુરક્ષા પ્રદાન કરવા માટે સુરક્ષા સમીક્ષા પ્રક્રિયા પર ઘણું જ ધ્યાન આપ્યુ છે અને તેના હેઠળ કેટલાક પગલા ઉઠાવ્યા છે." સાથે જ કંપનીએ બહારના વ્યક્તિઓથી પોતાની વેબસાઈટની સુરક્ષા ખામીઓ વિશે તપાસ કરવા માટે 'હેકર વન' નામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. ટેટેલમાન વધુમાં કહે છે કે, 'હેકર વન' નામનો આ કાર્યક્રમ કંપની મે ૨૦૧૪ થી ચલાવી રહી છે અને આ સુરક્ષા ખામીઓ દૂર કરવા માટે અમૂલ્ય સંસાધન છે.તેઓએ જણવ્યું કે, ગયા બે વર્ષોમાં આ કાર્યક્રમથી કંપનીને ૧,૬૬૨ શોધકર્તાઓથી સુરક્ષા ખામીથી સબંધિત કુલ ૫,૧૭૧ જાણકારીઓ મળી છે. તેમાંથી લગભગ ૨૦ ટકા બગનું સમાધાન કરીને તેને દૂર કરવામાં આવ્યું. ટેટેલમાન કહે છે કે, "અમે શોધકર્તાઓ ને કુલ ૩,૨૨,૪૨૦ ડોલરની ચૂકવણી કરી. અમારી સરેરાશ ચૂકવણી ૮૩૫ ડોલર રહ્યું છે. અમે અત્યાર સુધી ઓછામા ઓછુ ૧૪૦ ડોલરની ચૂકવણી કરી છે, જયારે વધારેમાં વધારે ૧૨,૦૪૦ ડોલરની ચૂકવણી કરી." સોફ્ટવેર એન્જીનિયરે કહ્યું કે, ૨૦૧૫ માં એક શોધકર્તાએ અમારા સોફ્ટવેરની કમજોરીઓ સબંધિત કેટલીક બગ વિશે જાણકારી પ્રદાન કરીને ૫૪,૦૦૦ ડોલરથી વધારે ચૂકવણી કરી છે. તેઓએ કહ્યું કે, "અમે રીમોટ કોડ ઉત્પાદનથી સબંધિત બગ માટે ઓછામાં ઓછું ૧૫,૦૦૦ ડોલરની ચૂકવણી કરે છે, પરંતુ અત્યારે અમને તેના વિશે કોઈજ ખબર મળી નથી." ટેટેલમાને કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ કેટલાક ગંભીર બગ વિશે જાણકારીઓ સામે આવી છે, જેમાં અમારા એન્ડ્રોઈડ એપમાં પણ ગંભીર બગ હતા. તેઓએ કહ્યું કે, એક બગ એવી હતી જે અમારા ઉપયોગકર્તાઓના ક્રેડીટ કાર્ડ સબંધી જાણકારીઓ દૂરથી ડિલીટ કરી શકાય પરંતુ સમય રહેતા તેનો ઉકેલ લાવવામાં આવ્યો.

The post Twitter એ બગ પકડનારને આપ્યા ૩૨ લાખ ડોલર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Twitter એ બગ પકડનારને આપ્યા ૩૨ લાખ ડોલર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×