Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

તેંડુલકર અને લતા મંગેશકરની મજાક ઉડાવતા AIB ના તન્મય ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ

AIB ના કોમેડિયન તન્મય ભટ્ટના એક વિડીયોમાં સચિન તેન્ડુલકર અને લતા મંગેશકરનું મજાક ઉડાવતા વિવાદ ઉભો થયો છે, કોમેડિયનની વિરુદ્ધ રાજ ઠાકરેની પાર્ટીએ એફઆઈઆર દાખલ કરી છે. તો મનસેના સમર્થકોએ તન્મયને મારવાની ધમકી આપી છે. તો બીજીતરફ, મુંબઈ પોલીસે પણ તપાસ શરુ કરતા ગુગલ - યુટ્યુબ અને ફેસબુક પરથી આ વિડીયો બ્લોક કરવા માટે કોન્ટેક્ટ કર્યો છે. શિવસેના અને ભાજપે પણ મહારાષ્ટ્રના સીએમ પાસે તન્મય ભટ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભાજપના નેતા આશીષ શેલારે મુંબઈ પોલીસ કમિશનર પાસે તન્મય ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગણી કરી છે. તો મનસેનાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ કહ્યું છે કે, પોલીસે તાત્કાલિક ધોરણે તન્મય ભટ્ટની ધરપકડ કરીને તે બધાં વિડિયો ડિલિટ કરી દેવા જોઈએ. આ સાથે જ મનસેના કાર્યકરોએ તન્મયની પિટાઈ કરવાની ધમકી પણ આપી છે. જણાવી દઈએ કે, તન્મયે 26મી મેના રોજ આ વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો. જેને સચિન V/S લતા સિવિલ વોર નામ આપ્યું હતું. જેમાં તન્મયે સચિન અને લતાના મેકઅપમાં તેમની મિમિક્રી કરી છે. આ દરમિયાન મજાકના નામે લતા મંગેશકર અને સચિન તેંડુલકર વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. બોલિવૂડમાં પણ તન્મયના આ વીડિયોને લઈને નારાજગી જોવા મળી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું છે કે મેં 9વાર બેસ્ટ કોમિક એક્ટરનો એવોર્ડ જીત્યો છે. મારામાં જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર છે પરંતુ આ હ્રુમર નહી પરંતુ ધૃણિત અને અશોભનીય છે. રિતિશ દેશમુખે પણ જવાબ આપ્યો હતો કે તે સ્તબ્ધ છે, ઉપરાંત સચિનની પત્ની અંજલિ તેંદુલકરે પણ આ વિડીયોને એક સેલીબ્રીટીનું અપમાન ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ AIB ના અમુક વિડીયોમાં બોલીવુડના કલાકારોને ગાળો બોલતા બતાવવામાં આવ્યા હતા ત્યારે પણ વિવાદ થયો હતો.

The post તેંડુલકર અને લતા મંગેશકરની મજાક ઉડાવતા AIB ના તન્મય ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

તેંડુલકર અને લતા મંગેશકરની મજાક ઉડાવતા AIB ના તન્મય ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×