Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ફાઈનલમાં જીત મેળવ્યા પછી વીવીએસ લક્ષ્મણે ડેવિડ વોર્નરની કરી પ્રશંસા

VVS Laxman says Warner is inspirational, positive, phenomenal

સનરાઈઝર્સ હૈદરાબાદના મેટર વીવીએસ લક્ષ્મણે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપની પ્રશંસા કરી છે, જેમને શાનદાર રીતે આગેવાની કરતા ટીમને પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ અપાવ્યું છે. વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, આ ઓસ્ટ્રેલિયને ટીમના યુવા ક્રિકેટરોને પ્રેરિત કર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદે કાલે આઈપીએલની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. વીવીએસ લક્ષ્મણે વોર્નરની પ્રશંસા કરતા ટુર્નામેન્ટની વેબસાઈટમાં જણાવ્યું છે કે, “મને લાગે છે કે તેને શાનદાર નેતુત્વ કર્યું છે. તે પ્રેરણાદાયી ખેલાડી છે, જે ઘણા હકારાત્મક હોવાની સાથે આક્રમક પણ છે. તેના વ્યવહારથી ઘણા યુવા પ્રભાવિત થયા છે. પરંતુ જેવી રીતે તેમણે ટીમના સૌથી મહત્વપૂર્ણ સભ્યના સાથે દબાવ હોવા છતાં સારી બેટિંગ કરી છે, તે આકર્ષક છે.” ડેવિડ વોર્નરે પોતાની ટીમના માટે સૌથી વધુ બનાવનાર ખેલાડી છે, તેમને ૬૦.૫૭ ની એવરજથી રન બનાવ્યા છે જેમાં ૫૦ થી વધારે રન નવ વખત બનાવ્યા છે. વીવીએસ લક્ષ્મણને લાગે છે કે, ડેવિડ વોર્નરે માત્ર પોતાની બેટિંગ જ નહિ પરંતુ ટીમની આગેવાની કરવાની સાથે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે, “તેમણે દરેક મુકાબલામાં પ્રભાવિત કર્યા છે, મને લાગે છે કે તે બોલરોના કેપ્ટન છે, તે પોતાના બોલરોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેતા હતા, ખાસ કરીને જયારે વસ્તુ તેમના હકમાં નથી હોતી કારણ કે એવા સમયમાં તમારે પોતાના કેપ્ટનના સમર્થનની જરૂરત હોય છે અને અમારા બોલરોને પોતાના કેપ્ટનથી એજ મળ્યું છે.”

The post ફાઈનલમાં જીત મેળવ્યા પછી વીવીએસ લક્ષ્મણે ડેવિડ વોર્નરની કરી પ્રશંસા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ફાઈનલમાં જીત મેળવ્યા પછી વીવીએસ લક્ષ્મણે ડેવિડ વોર્નરની કરી પ્રશંસા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×