Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Saurashtra માં સરકાર લોકોને દાઝયા પર ડામ આપવાનું કામ કરે છે: શંકરસિંહ વાઘેલા

Saurashtra Gujarat Government Neglect Development And Harres Them Said Congress Leader Shankersinh Vaghela

ગુજરાતમાં કોંગ્રેસ આયોજિત લોકદરબાર આજે રાજકોટ પૂર્વે રાજકોટ જીલ્લાના જેતપુર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં લોકોએ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને પોતાની ફરિયાદો રજુ કરી હતી. આ લોકદરબારમાં બોલતા વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બેમાંથી એક પણ સરકાર ખોટું બોલવામાં શરમાતી નથી.Saurashtra માં લોકો તરસે મરી રહ્યા અને સરકારને ઉત્સવો સુઝે છે. આ સરકાર લોકોને દાઝયા પર ડામ આપવાનું કામ કરી રહી છે. લોકદરબારમાં બોલતા પ્રદેશ કોંગ્રસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારે આ વર્ષે બજેટના નર્મદા યોજનાના વિકાસ માટે ઓછી રકમ ફાળવી છે. જયારે ૩૩ હજાર કરોડ રૂપિયા ટાટાને આપ્યા છે.તેવા સમયે મારો મત છે કે જો સરકાર સોરાષ્ટ્રમાં ૫૩ હજાર કરોડનો ખર્ચ કરે તો ખેડૂતોના દિવસો જ બદલાય જાય તેમ છે. આ ઉપરાંત લોકદરબારમાં બોલતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે હાલમાં આવેલી સરકારને કોંગ્રેસે કરેલા કોઈ જ કામ દેખાતા નથી. કોંગ્રેસ સરકારે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેશને અગ્રેસર કર્યો છે. તેવા સમયે ગાંધીનગરમાં બેઠેલી સરકાર માત્ર વાતો કરે છે લોકોને સુવિધા આપવામાં તે નિષ્ફળ નીવડી છે.

The post Saurashtra માં સરકાર લોકોને દાઝયા પર ડામ આપવાનું કામ કરે છે: શંકરસિંહ વાઘેલા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Saurashtra માં સરકાર લોકોને દાઝયા પર ડામ આપવાનું કામ કરે છે: શંકરસિંહ વાઘેલા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×