Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

CBSE દ્વારા જાહેર કરવામાં આવ્યા ૧૨માં ધોરણના પરિણામો

CBSE class 12 results

CBSE દ્વારા ૧૨માં ધોરણના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીની સુકૃતિ ગુપ્તાએ દેશમાં ટોપ કર્યું છે. તેને ૫૦૦ માંથી ૪૯૭ (૯૯.૪ ટકા) માર્ક્સ મળ્યા છે. આ રીઝલ્ટ ૨૨ મે ના રોજ લેવાનારી જેઈઈ એડવાન્સ્ડ એકઝામના એક દિવસ પહેલા આવી છે. ત્યાં Cbse એ કહ્યું છે ક આ વર્ષે વિદ્યાર્થીઓને ડીજીટલ માર્કશીટ પણ મળશે. તેના માટે www.digilocker.gov.in. પર લોગીન કરવું પડશે. છોકરીઓએ બાજી મારી - આ વર્ષે CBSE ના પરિણામોમાં છોકરીઓએ બાજી મારી છે. - ૮૮.૫૮ ટકા છોકરીઓ પાસ થઇ છે તો છોકરાઓના પાસ થવાની ટકાવારી ૭૮.૮૫ ટકા છે - ૯૯.૪ ટકા માર્ક્સ લાવીને ટોપર બનેલી સુકૃતિ દિલ્હીના મોન્ટફોર્ટ સ્કુલની વિદ્યાર્થીની છે. તેના પિતા આઈએએસ ઓફિસર છે. - તો સ્પેશિયલી -એબલ્ડ કેટેગરીમાં હરિયાણા (ફરીદાબાદ)ની મુદિતા જ્ગોતા પહેલા ક્રમે રહી છે. મુદીતાને ૫૦૦ માંથી ૪૮૫ માર્ક્સ મળ્યા છે. - આ એકઝામમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારીની વાત કરીએ તો તેમાં તિરુઅનંતપુરમ ટોચે રહ્યું છે. ત્યાં ૯૭.૬૧ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. - જણાવી દઈએ કે આ વર્ષે દેશભરમાં ૧૦,૬૭,૯૦૦ વિદ્યાર્થીઓએ ૧૨માં ધોરણની પરીક્ષા આપી હતી. દિલ્હી રીજનથી ૨૨.૭ લાખ વિદ્યાર્થીઓએ ૧૨માં ધોરણની પરીક્ષા આપી હતી. આ છે ટોપ 3 વિદ્યાર્થીઓ - સુકૃતિ ગુપ્તા -  ૪૯૭/૫૦૦ માર્ક્સ - મોન્ટફોર્ટ સ્કુલ, અશોક વિહાર, દિલ્હી - પલક ગોયલ ૪૯૬/૫૦૦ માર્ક્સ - ટાગોર પબ્લિક સ્કુલ, કુરુક્ષેત્ર, હરિયાણા - સૌમ્યા ઉપ્પલ ૪૯૫/૫૦૦ માર્ક્સ - સેન્ટ થેરેસા કોન્વેન્ટ સ્કુલ, કરનાલ, હરિયાણા - અજીશ શેખર ૪૯૫/૫૦૦ માર્ક્સ - PSBB સીનીયર સેકન્ડરી સ્કુલ, ચેન્નઈ આ વર્ષથી મળશે ડીજીટલ માર્કશીટ CBSE ના જણાવ્યા અનુસાર તેઓ આ વર્ષથી વિદ્યાર્થીઓને બારમાં ધોરણની ડીજીટલ માર્કશીટ પણ આપશે. - www.digilocker.gov.in પર ડીજીલોકરમાં જઈને આ માર્કશીટ લઇ શકાશે. - ડીજીલોકર એકાઉન્ટસની ડીટેલ્સ વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે - આ સિવાય એન્ડ્રોઇડ મોબાઈલ પર એપ - DigiResults થી પણ રીઝલ્ટ જોઈ શકાશે.

The post CBSE દ્વારા જાહેર કરવામાં આવ્યા ૧૨માં ધોરણના પરિણામો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

CBSE દ્વારા જાહેર કરવામાં આવ્યા ૧૨માં ધોરણના પરિણામો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×