Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભારતમાં બનશે Apple iPhone, કિંમત હશે સસ્તી

Apple CEO Tim Cook explains how their pre-owned iPhones are different

એપલના ફોન અને બીજા પ્રોડક્ટ જલ્દી જ ભારતમાં બનવાનું શરુ થશે. એપલ સીઈઓ ટીમ કૂકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આજની બેઠકમાં આ વાતનો સંકેત આપ્યો છે. પોતાની ભારત યાત્રા દરમિયાન અંતિમ ચરણમાં કૂક આજે રેસકોર્સ રોડ સ્થિત પ્રધાનમંત્રી નિવાસ પર પહોચ્યા. આ મોકા પર નરેન્દ્ર મોદી મોબાઈલ એપનું નવું વર્ઝન રજૂ કર્યું. તે પછી કૂક અને મોદી વચ્ચે વિસ્તારથી વાતચીત થઇ. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર થયેલા નિવેદન મુજમ, કૂકે ભારત માટે એપલની ભાવી યોજનાઓ પર ચર્ચા કરી છે. તેઓએ દેશમાં મેન્યુફેક્ચરિંગ અને સંભાવનાઓની વાત કરી છે.તેવામાં આશા રાખી શકાય કે, દેશમાં જલ્દી જ એપલ ફોન અને બીજા પ્રોડક્ટ બનવાના શરુ થશે. આ સરકારની મહત્વકાંક્ષી 'મેક ઈન ઇન્ડિયા' ને પ્રમોટ કરશે. આમ તો પહેલા એવી અટકળો લાગી રહી હતી કે, બઝારમાં સસ્તા સ્માર્ટફોનનાં પ્રમોટને ધ્યાનમાં રાખતા એપલ ઓછી કિંમતના ફોનનું ઉત્પાદન કરીને બઝારમાં રજૂ કરી શકે છે. પરંતુ એપલે સ્પષ્ટ કર્યું છે કે, તેમનો તેવો કોઈ ઈરાદો નથી અને તેઓ કિંમત ઓછી કરવા માટે ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવા નથી માંગતા. બીજી બાજુ રીટેલિંગની યોજના હેઠળ આશા છે કે, એપલ ઉપયોગ કરાયેલા આઈફોનને પોતાના સ્તર પર વેચવાનું શરુ કરે. જૂના ફોનમાં થોડા ફેરફાર કરીને તેને નવો બનાવી શકાય છે. આ રીતે ઉત્પાદનની કિંમત એકદમ નવા ફોનની તુલનામાં ઓછી હશે. જો કે, એપલના આ પ્રસ્તાવને ભારત સરકાર બરતરફ કરી ચૂક્યા છે.તો પણ કૂકને આશા છે કે, કેટલીક શરતો સાથે ભારત સરકાર સાથે આ મામલામાં સહમતી થઇ જશે. એપલની રીટેલિંગ યોજનામાં એક મોટી અડચણ ઓછામાં ઓછું ૩૦ ટકા કાચો માલ સ્થાનીય સ્તર પર ખરીદવાની શરત છે. એપલનું માનીએ તો તેમના ઉત્પાદકોના નિર્માણ માટે જે રીતે વધારની જરૂરિયાત હોય છે, તે અહિયાં તૈયાર નથી થતું. તેવામાં ૩૦ ટકાની શરતને પૂરી કરવી આસન નહિ હોય. એપલ ઈચ્છે છે કે, સરકાર આ શરતમાં છૂટછાટ આપે. હાલમાં, આ મામલામાં સરકારનું વલણ સામે આવ્યું નથી.

The post ભારતમાં બનશે Apple Iphone, કિંમત હશે સસ્તી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભારતમાં બનશે Apple iPhone, કિંમત હશે સસ્તી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×