Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો…બે વર્ષમાં આનંદીબેન પટેલની નિષ્ફળતાઓના લેખાજોખા…

Failures of Anandiben Patel in 2 years

પાટીદાર આંદોલન ખાળવામાં નિષ્ફળ

Failures of Anandiben Patel in 2 years 01 ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલી ભાજપને અત્યારસુધીમાં સૌથી મોટો ફટકો પાટીદાર અનામત આંદોલન બાદ પડ્યો છે, પાટીદારોના સમર્થનથી ઉભી થયેલી ભાજપની સૌથી મોટી વોટબેંક આજ સુધી પાટીદાર સમાજ જ રહ્યો છે અને તે જ પાટીદાર સમાજ અનામતની માંગ સાથે રસ્તા પર ઊતર્યો ત્યારે આનંદીબહેન સરકારે ના તો પાટીદારોની માંગણી સંતોષવાની વાત કરી કે ના તો આંદોલન ડામવાના કોઈ પગલા લીધા. મહેસાણાથી શરુ થયેલું પાટીદાર આંદોલન તેની બીજી રેલી જ્યાં વિસનગરમાં હતી ત્યાંથી ઉગ્ર બન્યું અને ૨૫ ઓગષ્ટે વિશાળ રેલી સ્વરૂપે અમદાવાદના જી.આઈ.ડી.સી. મેદાનમાં પાટીદારોની સભા યોજાઈ હતી. ત્યાં સુધી ભાજપ માટે માહોલ એટલો બગડ્યો નોહ્તો, પરંતુ ત્યાંથી બધા પાટીદારો પરત ફરી રહ્યા હતા અને સાંજ પછી જયારે જીએમડીસી મેદાનમાં ઘણી ઓછી સંખ્યામાં લોકો બચ્યા હતા તેવામાં પોલીસે લાઠીચાર્જ અને તોડફોડ શરુ કરી અને હાર્દિક પટેલની ધરપકડ કરી તે સાથે જ ગુજરાતભરમાં તોફાનો ફાટી નીકળ્યા અને તોફાનો ડામવાના નામે ઘરમાં ઘુસી પોલીસ દ્વારા થયેલું દમન, અત્યાચાર અને તોડફોડોને કારણે પાટીદાર સરકારથી વધારે અકળાયા, આગળ જતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મોટાપાયે પાટીદાર સમાજ ભાજપને મત આપવાથી અળગો રહેતા ભાજપે તેના માઠા પરિણામો ભોગવવા પડ્યા. ભાજપના નેતાઓ અને ખુદ આનંદીબહેન દ્વારા પાટીદારોને અનામત ના મળી શકે તેવા નિવેદનો અને ટીવી - છાપામાં કરોડો રૂપિયાનું પાણી કરી જાહેરાતો આપવામાં આવી હતી, ભાજપનું વલણ પાટીદારોને અનામત નહિ જ આપવાનું સ્પષ્ટ હતું પણ પછી બાજી સરકતી અને ખુરશીના પાયા ડગમગતા લાગવા લાગતા ભાજપના કાર્યાલયથી, ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા પાટીદારો સહીત સવર્ણોને ૧૦ ટકા ઇબીસીની જાહેરાત કરવામાં આવી. ઇબીસીની જાહેરાતને ભાજપનો આખરી દાવ કહેવામાં આવે છે પરંતુ પાટીદારો અને આંદોલનકારીઓ દ્વારા ઈબીસી અનામતને લોલીપોપ ગણાવી તેનો અસ્વીકાર કરવામાં આવતા સરકારને મોટો ફટકો પડ્યો છે. ઈબીસી આપવામાં સરકારે પોતાના જ નિર્ણયો અને નિવેદનોને વિરોધાભાસી કર્યા તેમાં પણ કોઈ ઉકેલ ના આવતા હવે ગુજરાતમાં ભાજપ માટે બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ ઉભો થયો છે. કથળી ગઈ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ.. વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ

Failures of Anandiben Patel in 2 years 2 પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં ૧૨ વર્ષ બાદ કર્ફ્યું લગાવવામાં આવ્યો. ૨૫ ઓગષ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી બાદ થયેલા લાઠીચાર્જ અને ધરપકડોને કારણે ગુજરાતભરમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં કર્ફ્યું લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત આ તોફાનોમાં ૧૦ જેટલા પાટીદાર યુવાનોના પોલીસ ફાયરીંગમાં મોત થયા હતા. જો કે સમયાંતરે પાટીદાર અનામત આંદોલનના કોઈ કાર્યક્રમ હોય ત્યારે ગુજરાતમાં નેટ પર પ્રતિબંધ મૂકી દેવાય છે, ગુજરાતમાં કલમ ૧૪૪ લગાવવી પણ સામાન્ય બની ગઈ છે. ઉપરાંત ઠાકોરસેના દ્વારા પણ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા ગુજરાત સરકારની નિષ્ફળતા છતી થઇ છે. છેલ્લા એક વર્ષની અંદર ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે ભાંગી પડી હોવાનું ખુદ ગુજરાત સરકારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની હતી ત્યારે અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહના ગુજરાત પ્રવાસ વખતે પણ સ્વીકાર્યું હતું. આવતા ભેગા જ આનંદીબેન ભરાયા હાઉસિંગના મકાનોના ડ્રો વિવાદમાં ?  વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

હાઉસિંગ બોર્ડના આવાસ ફાળવણીમાં પણ ગોટાળો

Failures of Anandiben Patel in 2 years 4 આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી બન્યા તેના એક મહિના બાદ હાઉસિંગ બોર્ડના મકાનોના ભરાયેલા ફોર્મના આધારે ડ્રો કરવામાં આવ્યો હતો, ડ્રોમાં ફક્ત ઓનલાઈન ફોર્મ ભરનારાઓને મકાન ફાળવાયા હોવાના તેમજ ગેરરીતિઓ દાખવી સરકારે પોતાના માનીતા લોકોને મકાન ફાળવ્યા હોવાના આક્ષેપો થયા હતા, અમદાવાદ અને રાજકોટમાં તો જેમને મકાનો નોહતા ફાળવાયા તેમણે ભારે વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને મુખ્યમંત્રી બન્યાના એક જ મહિનાની અંદર આનંદીબહેન બચાવની મુદ્રામાં આવી ગયા હતા તેમજ બે મહિના પહેલા ભાજપને ખોબલે ખોબલે મત આપનારા લોકો ભાજપ સરકારની સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે ત્યારબાદ તે ડ્રો રદ્દ કરી નવેસરથી ડ્રો કરવામાં આવ્યો હતો, તેમાં પણ વિરોધો તો થયા જ હતા પરંતુ પછી સરકારે તેને જ યથાવત્ રાખ્યો હતો. કેમ આનંદીબેનના મતવિસ્તારમાં લોકો સ્વયંભુ જ ઉતરી આવ્યા રસ્તા પર..વાંચવા ક્લિક કરો આગળનું સ્લાઈડ

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ મુદ્દે ભભૂકી ઉઠ્યો જનાક્રોશ

Failures of Anandiben Patel in 2 years 5 આનંદીબહેન પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા વિધાનસભાના અને અમદાવાદના જે તે સમયના મેયર મીનાક્ષી પટેલના જોધપુર - સેટેલાઈટ વોર્ડમાં તેઓ સીએમ બન્યા તેના એક જ મહિનામાં મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સમાં ભારે વધારો ઝીંકવામાં આવતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જ્યારથી અમદાવાદ શહેરમાં ભાજપની સત્તા વિસ્તરી છે ત્યારબાદ પ્રથમ વખત પ્રજા સ્વયંભુ સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરી હતી. શરૂઆતમાં સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેતા નાગરીકો પણ વધારે રોષે ભરાઈને વિરોધ પ્રદર્શનોને ઉગ્ર બનાવતા જતા હતા. પરંતુ આખરે બન્ને પક્ષે સંતોષ - અસંતોષ સાથે વધારો અડધો પાછો ખેંચી લઇ સમાધાન કરવામાં આવ્યું હતું. અછતની પરિસ્થિતિમાં સુકાયું ગુજરાત..?? વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળતા

Failures of Anandiben Patel in 2 years 6 ગુજરાતમાં વર્ષો જૂની પાણીની સમસ્યા નિવારવામાં આનંદીબહેન પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ગુજરાતમાં હાલ અછતની મોટી સમસ્યા ઉભી થઇ છે, સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમોના તળિયા દેખાઈ ગયા છે. ખેડૂતોને પણ સિંચાઈના પાણીમાં કાપ મુકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં અઠવાડિયે - દસ દિવસે પાણી એકવાર આવી રહ્યા છે ત્યારે લોકો ગતિશીલ ગુજરાતના સુત્રોને ભ્રામક ગણાવી ભાજપના આટલા વર્ષોના શાસન બાદ આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર તેવા પ્રશ્ન કરી રહ્યા છે, આનંદીબહેન સરકાર પાસે પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ પ્લાન જ ના હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉપરાંત આનંદીબહેન પણ વર્તમાન અછતની પરિસ્થિતિ માટે પાછલી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે પરંતુ શું તેઓને ખબર નહી હોય કે તેમની અગાઉ પણ ભાજપની નરેન્દ્ર મોદીની જ સરકાર હતી..?? લોકો પણ આ રીતે જવાબદારીથી છટકી જવાની વૃત્તિથી થાકી ચુક્યા છે. પાછલા ઘણા વર્ષોથી સહન કરી રહેલા લોકો પણ હવે બધો જ રોષ આનંદીબહેન પર જ ઠાલવી રહ્યા છે. ગુજરાતમાં ૨૦ વર્ષ પછી થયો કોંગ્રેસનો સૂર્યોદય.. વાંચવા ક્લિક કરો આગળનું સ્લાઈડ.. 

જિલ્લા - તાલુકા પંચાયતોમાં રકાસ

Failures of Anandiben Patel in 2 years 7 પાટીદાર આંદોલન બાદ વિરોધોનો સામનો કરી રહેલી ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરવો અઘરો બની રહ્યો હતો, એકતરફ પાટીદાર આંદોલનને ઠંડું પાડવામાં લાગેલી ભાજપને પ્રચારની તક ઘણી ઓછી મળી અને એક જ મુદ્દે ભાજપ અટવાયેલી રહેતા બીજા અન્ય મુદ્દે તેની સામે જે વિરોધ ઉભો થયો હતો તેને સાંભળવા અને સમજવાથી અજાણ અને અંધારામાં રહી જેથી તેને જેવા પરિણામોની આશા હતી તેનાથી પણ ખરાબ પરિણામો આવ્યા હતા. પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર અમદાવાદના પૂર્વના વિસ્તારો, સુરતના વરાછા અને તેની આસપાસના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો મહત્તમ થઇ શકે એટલો વિરોધ થયો હતો. છતાંપણ ભાજપ શહેરમાં સંગઠન અને અકબંધ મતબેંકના કારણે સન્માનજનક બેઠકો મેળવી શકી પરંતુ રાજ્યની ૩૧ જીલ્લા પંચાયતોમાંથી ૨૩માં હાર, ૨ જિલ્લા પંચાયતોમાં અપક્ષોના જોરે અને ૬ જિલ્લા પંચાયતોમાં પોતાના જોરે સત્તામાં આવી શકી, તો ૨૩૦ માંથી ફક્ત ૭૫ જેટલી જ તાલુકા પંચાયતોમાં જીત મેળવી શકી હતી. શહેરી વિસ્તારોની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં જીત મેળવી હોવા છતાં ભાજપનો જનાધાર ઘટ્યો છે, જે સુરતમાં નવા સીમાંકન પછી કોંગ્રેસની ૧૧ બેઠકો જે પહેલા હતી તે પણ બચે નહી તેમ કહેવાતું હતું તે ૩૬ પર પહોંચી ગઈ, અમદાવાદમાં પણ તે જ હાલત હતી તેવામાં કોંગ્રેસની બેઠકો ૪૯ પર પહોંચી ગઈ. રાજકોટમાં તો કોંગ્રેસે પણ નોહ્તું ધારી એટલી ૩૪ સીટો મળી અને ભાજપ ત્યાં માંડ માંડ એક આખરી પેનલના આધારે જીતી શકી. ભાજપ સામે પાટીદાર આંદોલન સિવાય પણ ખેડૂતોને ટેકાના આનંદીબહેનની કોઈ ખાસ આકર્ષક કામગીરી નહી, કેન્દ્રમાં મોદી સરકાર પણ નિષ્ફળ રહેતા પ્રજામાં આક્રોશ ફેલાયો હતો. તેના પરિણામે છેલ્લા વીસ વર્ષમાં ભાજપ માટે સૌથી ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ છે. પ્રજાનો ભરોસો ગુમાવ્યો રાહત કામગીરીમાં બેદરકારીને કારણે..વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો.. 

અમરેલી - બનાસકાંઠામાં પુર બાદ નિષ્ફળ કામગીરી

Failures of Anandiben Patel in 2 years 8 વર્ષ ૨૦૧૫માં અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં બચાવ કામગીરીમાં રાજ્ય સરકારે ભારે ઢીલાશ દાખવી હતી, તો ત્યારબાદ પણ વળતરના નામે ખેડૂતોની અને સ્થાનિકોને અન્યાય કર્યો હોવાની વાત ઉઠી હતી, બીજીતરફ કાશ્મીર અને અસમમાં પુર આવ્યું હતું ત્યારે વડાપ્રધાન મોદી ત્યાં જઈને રૂબરૂ મુલાકાત લઇ આવેલા અને કાશ્મીર તો બબ્બે વખત રાહત પેકેજો જાહેર કરી આવેલા પણ ગુજરાત માટે એક અક્ષર પણ નોહ્તો ઉચ્ચાર્યો, તેની વચ્ચે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પૂરપીડીતોને વળતર મળે તેના માટે ઉપવાસ પર બેસી ગયા હતા, જેનું પરિણામ ભાજપે અમરેલી જિલ્લાની દરેક નગરપાલિકાઓ, રાજુલા સિવાયની દરેક તાલુકા પંચાયતમાં અને અમરેલી જિલ્લા પંચાયતમાં સત્તા ગુમાવી ભોગવવું પડ્યું હતું. તો અમરેલી બાદ બનાસકાંઠામાં પણ પુર દરમિયાન તંત્રની નિષ્ફળતા સામે આવી હતી, બનાસકાંઠામાં ખેડૂતો તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા સ્થાનિકોને ભારે નુકસાન થયું હતું જેની સામે સરકારની કામગીરી અને રાહતકાર્યમાં ઉણપ રહી હતી. સ્થાનિકોમાં પણ તેના કારણે ભાજપ અને રાજ્ય સરકાર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. સામે છેડે કોંગ્રેસના નેતાઓએ ત્યાં આ રોષનો લાભ ઉઠાવી પ્રજા વચ્ચે જઈને પોતાનું સ્થાન બનાવી લીધું છે. કૌભાંડના લાગ્યા ગંભીર આરોપો..વાંચવા ક્લિક કરો આગળનું સ્લાઈડ....

અનાર પટેલના નામે ભ્રષ્ટાચારના આરોપો

Failures of Anandiben Patel in 2 years 9 આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલ પર કોંગ્રેસ દ્વારા સત્તાનો લાભ ઉઠાવી સરકારી જમીન ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે ખરીદી હોવાનો આક્ષેપ કર્યો છે. આનંદીબહેનને વારેવારે તેમના પરિવાર માટે સત્તાનો દુરુપયોગ કરી લાભો મેળવ્યા હોવાના આરોપો લાગતા જ રહ્યા છે પરંતુ આ વખતે કોંગ્રેસે આધાર અને પુરાવા સાથે અનાર પટેલના ભાગીદારની કંપનીને સાસણગીરના જંગલમાં ખોટી રીતે અને નિયમો વિરુદ્ધ જઈને મફતના ભાવે જમીન વેચી મારી સરકારનો ઉપયોગ આનંદીબહેન પોતાના પરિવાર માટે કરતા હોય તેવો આરોપ મુક્યો છે. જો કે અનાર પટેલના સ્પષ્ટિકરણ બાદ પણ આ મુદ્દે હજું સુધી આનંદીબહેને કોઈ નિવેદન કે ખુલાસો આપ્યો નથી. કેન્દ્રનો અન્યાય.. થાય છે તો ખરો પણ બોલતા ભૂલી ગયા..વાંચવા ક્લિક કરો આગળનું સ્લાઈડ..

કેન્દ્રનો અન્યાય યથાવત

Failures of Anandiben Patel in 2 years 10 ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે કોલસો ફાળવવા, ટેકાના ભાવો, પ્રોજેક્ટોને મંજુરી આપવા, કેરોસીન ફાળવવા સહિતના મુદ્દાઓ પર ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્રની યુપીએ સરકાર રાજ્યને અન્યાય કરી રહી હોવાના આરોપો મુકતી હતી. એટલું જ નહી પણ રાજ્ય સરકારની કોઇપણ નિષ્ફળતા હોય તેના પર પણ કેન્દ્રનો અન્યાય કરીને ભાજપ સરકાર પોતે જવાબદારીથી છટકી જતી હતી. પણ ૨૦૧૪ બાદ ઘાટ એવો ઉભો થયો કે ગુજરાત અને કેન્દ્ર બન્નેમાં સત્તામાં ભાજપની જ સરકાર છે, પરંતુ ગુજરાતને જે મુદ્દાઓ પર પહેલા અન્યાયની વાતો જોરશોરથી ગુજરાત સરકાર કરતી હતી, આજે તે મુદ્દે તેમના દ્વારા કહેવાતા અન્યાયો યથાવત્ જ છે પરંતુ હવે તેઓ ચુપ છે. ઉપરાંત ટેકાના ભાવો, કેરોસીનની ફાળવણીના મુદ્દે તો યુપીએ સરકાર કરતા વધારે અન્યાય મોદી સરકાર કરી રહી છે પણ ગુજરાત ભાજપના નેતાઓ સામે કેન્દ્રની મોદી સરકારના અન્યાય વિરુદ્ધ બોલવાની હિમ્મત રહી લાગતી નથી. કેન્દ્રના અન્યાયના નામે ગાજતી ભાજપને આજે લાજવાનો વારો આવ્યો છે. ઉપરાંત કાશ્મીરને પુર આવવા પર બબ્બે વખત રાહત પેકેજ આપનારી કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના અમરેલી અને બનાસકાંઠામાં ભીષણ પુર આવવા છતાં એક પણ રૂપરડીની સહાય આપી નોહતી. તેના પર પણ અવાજ ઉઠાવવામાં ગુજરાતની આનંદીબહેન સરકાર નિષ્ફળ રહી છે. આનંદીબહેન અને ગુજરાત સરકારનું થયું હળહળતું અપમાન.. વાંચવા ક્લિક કરો આગળની સ્લાઈડ..

સરકારી જાહેરાતો ભાજપ કાર્યાલયથી

Failures of Anandiben Patel in 2 years 14 નવી સરકારી જાહેરાતો કરવામાં આનંદીબેનનો એકડો નીકાળી દીધો ભાજપ સંગઠને આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં છેલ્લા કેટલાક સમયમાં સરકારી જાહેરાતો તેમની અવગણના કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમથી કરવામાં આવી રહી છે, સવર્ણોને ઇબ


This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો…બે વર્ષમાં આનંદીબેન પટેલની નિષ્ફળતાઓના લેખાજોખા…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×