Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ધોરણ ૧૨ પછી શું ? તે અંગે ગુજરાત કોંગ્રેસે કર્યું ઈ પુસ્તકનું વિમોચન

દરવર્ષની જેમ આ વર્ષે પણ કોંગ્રેસે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? નામનું વિદ્યાર્થી લક્ષી પુસ્તક લોન્ચ કર્યું છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે,  ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરુપ અભ્યાક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત અગિયારમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. કોંગ્રેસ પક્ષના આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રકાશિત અહેવાલમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદાના અમલ માટે દિશાવિહીન છે. રાજ્યમાં શિક્ષણનું મોટાપાયે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતું જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફીના ધોરણો વ્યાપકપણે ઊંચા થતાં જાય છે. “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના અભ્યાસ માટે માર્ગદર્શન પુરું પાડતુ ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ઉમદા કાર્ય પક્ષના સંનિષ્ઠ આગેવાન ડૉ. મનીષ દોશી અને તેમના તમામ સહયોગીઓ મારફત કરવામાં આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએની તત્કાલીન કેન્દ્ર સરકાર શિક્ષણ માટે ૧૦ મી પંચવર્ષીય યોજના તથા ૧૧ મી તથા ૧૨ મી પંચવર્ષીય યોજનામાં પાંચ ગણા નાણાંની ફાળવણી કરી છે. પરંતુ ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે. રાજ્ય સરકારે ગુણવત્તા ધરાવતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં વધારો કરીને આર્થિક પીઠબળ પુરું પાડવું જોઈએ. રાજયની ઈજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, સરકારી કોલેજોના ૬૫ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ઈજનેરી – ફાર્મસીની પરિક્ષા લેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પરિણામો અત્યંત નબળું આવે છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતિત બને તે ઘણું જ આવશ્યક છે. સતત અગિયારમાં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકના સંપાદક ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઈ-પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૧૫૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજનેરી, ફાર્મસી, મેડિકલ, પેરા મેડિકલ સહિતના અભ્યાસક્રમોના કોલેજોની યાદી, બેઠકોની સંખ્યા સાથે ગત વર્ષે કેટલા ગુણે પ્રવેશ અટક્યો તે મેરીટ કટ ઓફ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ  દેશમાં આગામી સમયની માગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ ઈ-પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈ-પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.gujaratcongress.in અને www.careerpath.info  ઉપર પણ વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.

The post ધોરણ ૧૨ પછી શું ? તે અંગે ગુજરાત કોંગ્રેસે કર્યું ઈ પુસ્તકનું વિમોચન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ધોરણ ૧૨ પછી શું ? તે અંગે ગુજરાત કોંગ્રેસે કર્યું ઈ પુસ્તકનું વિમોચન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×