Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઈ-પર્યટક વિઝા પર ભારત આવનારા દેશોમાં બ્રિટનના પર્યટકો ટોચ પર

E-tourist visa issuance grows 266% to 70,045 in April.

ભારતમાં એપ્રિલ, 2016માં ઈ-પર્યટક વિઝા પર કુલ 70,045 પર્યટક આવ્યા હતા, એપ્રિલ, 2015માં 19,139 પર્યટક આવ્યા હતા. આ રીતે એપ્રિલ, 2016માં ઈ-પર્યટક વિઝા પર આવેલા પ્રયટકોની સંખ્યામાં એપ્રિલ 2015ની સરખામણીમાં 266 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. 27 નવેમ્બર, 2014 થી શરૂ થયેલી ઈ-પર્યટક વિઝા સુવિધા 25 ફેબ્રુઆરી, 2016 સુધી ભારતમાં 16 હવાઈ મથકો પર 113 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ હતી. ભારત સરકારે 26 ફેબ્રુઆરી, 2016 થી આ યોજનાનો વિસ્તાર કરતા તેમાં 37 વધુ દેશોનો સમાવેશ કરાયો જેનાથી આ સેવાથી જોડાયેલા કુલ દેશોની સંખ્યા વધીને 150 થઈ ગઈ. એપ્રિલ, 2016 દરમિયાન ઈ-પર્યટક વિઝાની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ (1) એપ્રિલ, 2016 દરમિયાન 266 ટકાની નોંધપાત્ર વૃદ્ધિની સાથે ઈ-પર્યટક વિઝા પર કુલ મળીને 70,045 પર્યટક આવ્યા, જ્યારે એપ્રિલ, 2015માં માત્ર 19,139 પર્યટક આવ્યા હતા. (2) જાન્યુઆરી – એપ્રિલ, 2016 દરમિયાન ઈ-પર્યટક વિઝા પર 3,91,094 પર્યટક આવ્યા. જ્યારે જાન્યુઆરી-એપ્રિલ, 2015 દરમિયાન 94,998 પર્યટક આવ્યા હતા. આ રીતે આમાં 311.7 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી. (3) આ વૃદ્ધિ 150 દેશો માટે ઈ-પર્યટક વિઝાની રજૂઆત કરવાથી સંભવ થઈ છે, જ્યારે પહેલા આ સંખ્યા માત્ર 43ની હતી. (4) એપ્રિલ, 2016 દરમિયાન ઈ-પર્યટક વિઝા સુવિધાઓનો લાભ ઉઠાવનારા માત્ર 10 સ્ત્રોત દેશોની ભાગીદારી ટકાવારી પ્રમાણે નીચે મુજબ રહીઃ બ્રિટન (18.82 ટકા), સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા (14.08 ટકા), રશિયા (8.16 ટકા), ફ્રાંસ (7.12 ટકા), ચીન (6.1 ટકા), ઓસ્ટ્રેલિયા (4.67 ટકા), જર્મની (4.32 ટકા), કેનેડા (3.70 ટકા), થાઈલેન્ડ (2.09 ટકા), નેધરલેન્ડ (1.93 ટકા). (5) માર્ચ, 2016 દરમિયાન ઈ-પર્યટક વિઝા પર આવેલા પર્યટકોની બાબતમાં માત્ર 10 હવાઈ મથકોની ભાગીદારી ટકાવારી પ્રમાણે નીચે મુજબ રહીઃ નવી દિલ્હી હવાઈ મથક (46.48 ટકા), મુંબઈ હવાઈ મથક (19.09 ટકા), ગોવા હવાઈ મથક (9.96 ટકા), ચેન્નાઈ હવાઈ મથક (5.55 ટકા), બેંગલોર હવાઈ મથક (6.48 ટકા), કોચ્ચિ હવાઈ મથક (3.02 ટકા), કોલકાતા હવાઈ મથક (2.50 ટકા), અમૃતસર હવાઈ મથક (1.37 ટકા), હૈદરાબાદ હવાઈ મથક (2.23 ટકા), અને તિરૂઅનંતપુરમ હવાઈ મથક (1.44 ટકા).

The post ઈ-પર્યટક વિઝા પર ભારત આવનારા દેશોમાં બ્રિટનના પર્યટકો ટોચ પર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઈ-પર્યટક વિઝા પર ભારત આવનારા દેશોમાં બ્રિટનના પર્યટકો ટોચ પર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×