Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Vijay Mallya ની બેંક લોનના જામીન મનમોહન સિંહ..!!

Manmohan Singh is Vijay Mallya's loan guarantor

નવી દિલ્હી : ૯૦૦૦ કરોડ રૂપિયાના દેવાદાર અને હાલ દેશ છોડી લંડન જતા રહેલા બિઝનેસમેન વિજય માલ્‍યા વિરૂધ્‍ધ હાલ મોટી એજન્‍સીઓ તપાસ કરવામાં લાગી ગઇ છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે તેમના લોનના જામીન તરીકે મનમોહનસિંહની સહી છે. જો કે આ મનમોહનસિંહ નામના વ્યક્તિ પીલીભીત વિસ્તારમાં ખેતીનો વ્યવસાય કરે છે અને તેની પાસે ફક્ત ૧૪ વીઘા જમીન જ છે. વિજય માલ્યાના ચક્કરમાં મનમોહનસિંહ નામનો આ સામાન્ય ખેડૂત ફસાઈ ગયો છે. બેંક ઓફ બરોડાએ તેનુ ખાતુ પણ સીઝ કરી દીધુ છે. આ ખેડુત મનમોહન સિંહનું કહેવુ છે કે, મેં તો માલ્‍યાને ટીવી અને અખબારો અને મેગેઝીનમાં જ જોયો છે. હું કઇ રીતે તેનો જામીન બની ગયો. મનમોહન સિંહના નાદ સ્‍થિત બેંક ઓફ બરોડમાં બે ખાતા ચાલી રહ્યા છે. બુધવારે તે પૈસા કાઢવા ગયો તો બેંકે કહ્યુ કે, તમારા બંને ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે, કારણ પુછવામાં આવતા તેને બેંક દ્વારા જણાવવમ આવ્યું હતુ કે, બેંકની મુંબઇ સ્‍થિત રિજીયોનલ ઓફિસ તરફથી એક મેઇલ આવ્‍યો છે. જેમાં તમને કિંગફિશરના માલિક વિજય માલ્‍યાના જામીન ગણાવાયા છે એટલુ જ નહી તેમને વિજય માલ્‍યાની કંપનીમાં મનમોહનસિંહને ડાયરેકટર પણ ગણાવ્‍યા છે. જો કે ખેડુતના એક ખાતામાં ૧ર,૦૦૦ રૂપિયા અને બીજા ખાતામાં પ૦૦૦ રૂપિયા જમા છે. આ પહેલા તેના કોઇ એકાઉન્‍ટમાં મોટી લેવડ-દેવડ પણ થઇ નથી. બેંક મેનેજરનું કહેવુ છે કે, ઇ-મેઇલની ખાતરી કરવા માટે તેને રિજનલ ઓફિસ મોકલવામાં આવેલ છે. આ વચ્ચે ખેડૂત મનમોહન સિંહનું કહેવુ છે કે, મારી પાસે ફક્ત ૧૪ વીઘા જમીન જ છે. હું માલ્‍યાને ઓળખતો પણ નથી તો પછી હું તેમની કંપનીમાં ડાયરેકટર અને લોનનો જામીન કઇ રીતે બની ગયો ? આ અંગે મેનેજરને કહ્યુ છે પરંતુ તેઓ સાંભળતા નથી. હું તો જીવનમાં કદી મુંબઇ ગયો પણ નથી. ત્યારે આ મુસીબતમાંથી નીકળવા મારે શું કરવું તે ખબર નથી પડી રહી.

The post Vijay Mallya ની બેંક લોનના જામીન મનમોહન સિંહ..!! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Vijay Mallya ની બેંક લોનના જામીન મનમોહન સિંહ..!!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×