Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૦૩-૦૯-૨૦૧૬ નું Horoscope

See your 03-09-2017 Horoscope

મેષ નાણાકીય સ્થિતિ મજબૂત બની રહે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે. સામાજિક જવાબદારી હળવી બને. આજે અગમ વિજ્ઞાન તરફ તમારી રુચિ રહેશે. તમે એને લગતી વસ્તુઓનો બિઝનેસ શરૂ કરો એવી શક્યતા છે. વૃષભ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. અભ્યાસ ક્ષેત્રે સફળતા મળી શકે. તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો મિથુન વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. આજે તમારા તેજસ્વી વિચારોને લીધે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે. કર્ક ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. માનસિક ચિંતા હળવી બને. આજનો દિવસ તમારા માટે અનુકૂળ હોવાનું ગ્રહમાન પરથી જણાય છે. સિંહ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. વાહન ચલાવતા કાળજી રાખવી. માનસિક ચિંતા હળવી બની રહે. ભગવાને તમને આપેલી બક્ષિસોનું મહત્વ આજે તમને સમજાશે અને તમે આસપાસના લોકો સાથે એની વહેંચણી કરશો. કન્યા આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય. આજે તમને થાક વર્તાવાની શક્યતા હોવાથી હળવે હલેસે કામ લેવાનું તમારા હિતમાં રહેશે. તુલા ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે. તમારે પોતાનું કામ ઝડપથી પતાવી દેવાનો નિયમ કરી દેવો, જેથી બાકીનો સમય પરિવારજનો સાથે અને ખાસ કરીને બાળકો સાથે વિતાવી શકો. વૃશ્ચિક વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. નાણાકીય સ્થિતિ મજબૂત બને. તમારી સ્વયંસ્ફુરણા આજે ઘણી સતેજ રહેશે અને તમે બીજા કોઈનું સાંભળવાને બદલે તમારી આંતરસૂઝને જ અનુસરશો. ધન રોકાયેલા નાણા પરત મળી શકે છે. કાર્યક્ષેત્રે અટકેલા કાર્યો પૂર્ણ થાય. લગ્નજીવન સુખમય બની રહે. આજે તમે આસપાસના લોકોને તથા સંજોગોને સમજી શકાય એ હેતુથી મનોમંથન કરવાના મૂડમાં રહેશો. મકર ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. માનસિક ચિંતા હળવી બને. આજે તમે રાબેતા મુજબના તેજીલા તોખાર બની રહેવાને બદલે ખાલીપણું અનુભવશો અને તમારામાં ઉત્સાહનો અભાવ વર્તાશે. કુંભ કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા. આકસ્મિક ધન-લાભ થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂિચ વધતી જણાય. આજે તમારા વ્યવસાયી કે અંગત જીવનને લગતા સારા સમાચારને લીધે તમે આનંદિત થઈ જશો. મીન કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવે. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી રહે. આજે તમે સંતાનોને મોજશોખની વિવિધ વસ્તુઓ તથા તેમની મનગમતી વસ્તુઓ અપાવીને લાડ લડાવશો.

The post જાણો….કેવું રહેશે તમારું ૦૩-૦૯-૨૦૧૬ નું Horoscope appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૦૩-૦૯-૨૦૧૬ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×