Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દેશભરના મુસ્લિમોમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

દેશભરમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

દેશભરમાં આજે Bakra Eid નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. બકરી ઈદ મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની માટેનો નક્કી કરેલો દિવસ છે. ત્યાગ, બલીદાનના આ પર્વને તમામ મુસ્લીમ બીરાદરીના લોકો ધુમધામથી ઉજવી રહ્યા છે. આ પર્વની દેશભરમાં જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જોકે દેશમાં ઘણી જગ્યાઓ પર આજે જે બકરી ઇદની ઉજવણી મનાવી રહ્યા છે. મુસ્લીમ લોકો વર્ષમાં બે પ્રકારની ઇદ મનાવતા હોય છે. એક મીઠી ઇદ હોય છે. જેનો સંદેશો સમાજમાં મિઠાશ અને પ્યાર લોકોમાં ફેલાવવા રહેતા હોય છે. તો બીજી બકરી ઇદ મનાવતા હોય છે. તેમાં લોકો ત્યાગ અને બલિદાનનો સંદેશો આપતા હોય છે.

દેશભરમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

ઈદ-ઉલ-અદહા, કુરબાનીનો તહેવાર ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-અદહા અને ભારતમા બકરી-ઈદ કહેવામાં આવે છે. આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે. રાજધાની દિલ્લીમાં આવેલી દેશની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ ખાતે ઇદને લઇને વિશેષ નમાઝ અદા કરવામા આવી હતી. ત્યાર બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. તો આ તરફ ભોપાલમાં પણ ઇદની વિશેષ નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતાં, અને અલ્લાની બંદગી સાથે સામુહિક નમાઝ અદા કરી હતી.

દેશભરમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

ઈસ્લામ ધર્મ મુજબ ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને સૂડી પર ચઢાવતા પહેલા ઈબ્રાહિમે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. પરંતુ જયારે કુરબાની બાદ જોયું તો તેનો પુત્ર સામે જીવતો ઉભો જોયો. સૂડી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. જેને લઈને મુસ્લિમ બિરાદરો આ દિવસે બકરીની કુરબાની આપીને આ તહેવારને ઉજવે છે. જેમાં સમર્પણ ભાવની અનૂભુતિ કરાવતી બકરી ઈદ મોહમ્મદ પયગંબરના સમર્પણને યાદ કરી ઉજવવામાં આવે છે. બકરી ઈદના દિવસે કુરબાનીનું વિશેષ મહત્વ રહેલું છે. જો કે. દેશભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

દેશભરમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

બીજીબાજુ, આજે બકરી ઇદ છે જેને ધ્યાનમાં લઇને કાશ્મીર ઘાટીમાં સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કાશ્મીર ઘાટીના 10 જિલ્લામાં કર્ફ્યુ લાગાવી દેવામાં આવ્યું. આ દરમિયાન સુરક્ષાદળ ચોપર અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

The post દેશભરના મુસ્લિમોમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દેશભરના મુસ્લિમોમાં Bakra Eid ની ઉત્સાહભેર ઉજવણી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×