Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૦૧-૦૯-૨૦૧૭ નું Horoscope

મેષ માનસિક ચિંતા હળવી બનતી જણાય. વારસાગત મિલકતનાં પ્રશ્નો ઉકેલાય. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આજની બિઝનેસ ટ્રિપ સુપર સક્સેસફુલ રહેશે. એક મિત્રના જીવનમાં આવેલી ઇમોશનલ હલચલને દૂર કરવા માટે તમે એની પડખે રહેશો. વૃષભ ભાગ્યોદયની તક મળી રહે. સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. એક નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે તમે ઉત્સુક છો. વધુમાં વધુ ફાયદો મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. મિથુન વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. કાયદાકીય પ્રશ્નો ઉકેલાય. જ્યારે કોઈ બાબતમાં મૂંઝવણ અનુભવાતી હોય ત્યારે મૌન રાખી મનને શાંત કરવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે. કર્ક વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની નવી તક મળી રહે. આર્થિક મુશ્કેલી દૂર થઇ શકે. તમારાથી મોટા લોકો સાથે સારો ઘરોબો બનશે. ખાસ કરીને તમારા પિતા સાથેનો વ્યવહાર લાગણીભર્યો રહેશે. સિંહ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નોકરીમાં પદોન્નતિની શક્યતા. એક પરિસ્થિતિ ધરમૂળથી બદલાઈ જશે. જોકે નવી પરિસ્થિતિમાં ઍડ્જસ્ટ થતાં થોડો સમય લાગશે. કન્યા સ્થાવર મિલકતની પ્રાપ્તિ થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. વિદ્યાર્થીવર્ગને ધારેલી સફળતા મળી શકે. વર્તમાનમાં જે તમારી સમક્ષ છે એ જ હકીકત છે એ બાબત બરાબર સમજી લો અને ભવિષ્ય કે ભૂતકાળમાં ન રાચો. તુલા વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો ઉકેલાય. આર્થિક સ્થિતિ મજબૂત બની રહે. રોજગારીની નવી તક મળી શકે છે. નવા બિઝનેસમાં ઝંપલાવવા માટે આ એકદમ રાઇટ ટાઇમ છે. મોટી સમસ્યાઓને પહોંચી વળવું એ તમારા ડાબા હાથનો ખેલ છે. વૃશ્ચિક કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. સમય સાનુકૂળ. ઘરમાં નાનાઅમથા ફેરફાર કરવાનું ટૅરો કાર્ડ દર્શાવે છે. કાર અથવા ઘર માટે લીધેલી લોનના હવે માત્ર છેલ્લા હપ્તા ચૂકવવાના બાકી છે. ધન સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો ઉકેલાય. આરોગ્ય સુખમય રહે. તમે જેને સારો આઇડિયા ગણીને આગળ વધવાની તૈયારી કરી રહ્યા છો એ ખરેખર વર્કેબલ છે કે નહીં એ વિશે ફેરવિચારણા કરવાની જરૂર છે. મકર જૂના મિત્રો-સ્નેહીજનોને મળવાનું થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. રોકાયેલા નાણા પરત મળે. તમને માત્ર પોતાની જાતને જવાબ આપવા ગમે છે માટે ઉપલા લેવલ પરથી આવેલી સવાલોની ઝડીથી તમે ચોક્કસ અકળાઈ જશો. જોકે થોડા શાંત રહેજો. કુંભ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. પ્રણયપ્રસંગોમાં સફળતા. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. છેલ્લા કેટલાક સમયથી તમે જેની કલ્પના કરેલી એ તમે પોતાના માટે આજે ગિફ્ટ કરશો. થોડા સમય પહેલાં તમે કરેલા રોકાણમાંથી તમને ડબલ પ્રૉફિટ મળશે. મીન સ્થાવર મિલકતનાં પ્રશ્નો ઉકેલાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. નોકરી-વેપારમાં પ્રગતિદાયક સમય. ઝડપથી કામ પૂરું કરવાના ચક્કરમાં આવશ્યક્તા કરતાં વધારે કામ પૂરું કરી દેશો, જેથી આશ્ચર્ય થશે.

The post જાણો….કેવું રહેશે તમારું ૦૧-૦૯-૨૦૧૭ નું Horoscope appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૦૧-૦૯-૨૦૧૭ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×