Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

SBI નો બચતખાતા ધારકોને મોટો જટકો, વ્યાજદર ૪ ટકાથી ઘટીને ૩.૫ ટકા કર્યો

SBI Cuts Saving Account Rate by 0.5% on Balance up to Rs 1 Crore

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ને જુલાઈનાં અંતિમ દિવસ એટલે કે, ૩૧ જુલાઈથી બચત ખાતા પર વ્યાજની સિસ્ટમ બે બે-સ્તરીય બનાવી દીધી છે. ૧ કરોડ રૂપિયાથી ઓછુ બેલેન્સ હોય તો વ્યાજ દરમાં ૪ ટકાથી ઘટીને ૩.૫ ટકા કરી દીધો છે, જયારે ૧ કરોડ રૂપિયાથી વધારે બેલેન્સ હોવા પર ૪ ટકા વ્યાજ મળતું રહેશે. દેશની સૌથી મોટી બેંક SBI એ એક નિવેદનમાં કહ્યું છે. 'ફુગાવાનાં દરમાં ઘટાડો તથા વાસ્તવિક ઊંચા દરોનાં કારણે બચત ખાતા પર આપવામાં આવેલ વ્યાજદરમાં બદલાવ કરવો જરૂરી થઇ ગયો હતો. બેંકે જણાવ્યું છે કે, તેઓએ બચત ખાતા તથા ચાલુ ખાતામાં નોટબંધી બાદ આવેલ ભારે રોકડનાં પ્રવાહને ધ્યાનમાં રાખતા પોતાના મુખ્ય લોન દર અથવા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેલ્ડ લેન્ડીંગ રેટ (એમસીએલઆર) ને પણ ૯૦ આધાર અંક ઘટાડી દીધો છે, અને આ બદલાવ ૧ જાન્યુઆરી, ૨૦૧૭ થી લાગુ થશે. આ જાહેરાત બાદ SBI નાં શેયર્સમાં ત્રણ ટકાનો ઉછાળ આવ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે, બચત ખાતામાં બેલેન્સનો ઘટાડો થવા પર લેન્ડરથી માર્જિનને મદદ મળશે. વિશ્લેષકો અનુસાર, અન્ય બેંક પણ એસબીઆઈનું અનુસરણ કરી શકે છે અને બચત ખાતા પર આપવામાં આવેલ વ્યાજમાં ઘટાડો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ૨ ઓગસ્ટે થનાર બેઠકમાં રિઝર્વ બેન્કોફ ઇન્ડિયા (RBI) પણ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે, પરંતુ રોયટરનાં એક પોલ અનુસાર, ત્યાર બાદ લાંબા સમય સુધી તેને નહી બદલાવવું શક્ય નથી. કારણ કે, અર્થવ્યવસ્થામાં સતત સુધારો થઇ રહ્યો છે.

The post SBI નો બચતખાતા ધારકોને મોટો જટકો, વ્યાજદર ૪ ટકાથી ઘટીને ૩.૫ ટકા કર્યો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

SBI નો બચતખાતા ધારકોને મોટો જટકો, વ્યાજદર ૪ ટકાથી ઘટીને ૩.૫ ટકા કર્યો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×