ખુબસુરત અને મુલાયમ વાળ કોને પસંદ ન હોય? પરંતુ આવા વાળની માત્ર ઈચ્છાથી જ કંઈ નથી થતુ, તેના માટે ખાસ મહેનત પણ કરવી પડે છે. પોતાના વાળની ખાસ દેખભાળ કરવી પડે છે. Aloe Vera (કુંવારપાઠુ)નું નામ તો તમે સાંભળ્યુ જ હશે. એલોવેરા ફક્ત ચહેરાની સુંદરતા વધારવાના જ નહિ વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. એલોવેરાથી ઘણા ફાયદા થાય છે. તે માત્ર વાળને સુંદર અને ચમકદાર જ નથી બનાવતા પરંતુ તેને જડથી મજબૂત બનાવે છે. તેનાથી વાળ તુટવાનું ઓછુ થાય છે. વાળને ખુબસુરત બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ ખુબ લાભપ્રદ રહે છે. એલોવેરા વાળ સાથે સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. આવો જાણીએ ખુબસુરત વાળ માટે એલોવેરા કેટલું મદદગાર છે. ઓઈલી વાળની સમસ્યાને દુર કરવામાં એલોવેરા જેલ ખુબ જ ઉત્તમ છે. વાળ અને સ્કાલ્પમાં તેલની વધારાની માત્રાને સામાન્ય કરી વાળની શક્તિને પણ વધારવામાં એલોવેરા જેલનો કોઈ જવાબ નથી. એલોવેરાથી ટાલીયાપણુ પણ દુર કરી શકાય છે. એલોવેરાને સ્કાલ્પ પર શેમ્પુની માફક ઉપયોગ કરી શકાય છે. એનાથી વાળ મજબુત તો બને જ છે. તેની સાથે સાથે ખોડાની સમસ્યા પણ દુર થાય છે. વાળ સંબંધી સમસ્યાઓને એલોવેરાના પ્રયોગથી દુર કરી શકાય છે. એનાથી વાળનું ખરવુ, ડ્રાય વાળ, વાળમાં ખોડો વગેરે સમસ્યાઓને દુર કરી શકાય છે. એલોવેરા જેલને ફક્ત અડધો કલાક લગાવ્યા બાદ વાળને ધોઈ શકાય છે. જો મહિનામાં બે વાર તેને વાળમાં લગાવવામાં આવે તો થોડા મહિનામાં જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. નેચરલ છે એલોવેરા બજારમાં વાળ માટે અનેક રાસાયણિક ઉત્પાદનો મળે છે. જેના કેટલાક પ્રતિકૂળ પ્રભાવોના કારણે વાળની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તો બીજી તરફ એલોવેરા સંપૂર્ણ પ્રાકૃતિક છે. એના વપરાશથી જરાય નુકસાન થતું નથી. બજારમાં એલોવેરાયુક્ત અનેક ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને તમે તમારા વાળને ખુબસુરત અને આકર્ષક બનાવી શકો છો. વાળને નરમ અને ચમકદાર બનાવવાની સાથે સાથે લાંબા બનાવવા માટે ઘેર જ એલોવેરા શેમ્પુ પણ બનાવી શકો છે. એના માટે એલોવેરા જ્યૂસમાં નારીયેળનું દૂધ, ઘઉં અને તેલ ભેળવીને બનાવો. આ ટીપ્સને અપનાવી તમે એલોવેરાના ઉપયોગથી નિશ્ચિતરૂપે તમારા વાળને ખુબસુરત, કાળા અને ચમકદાર બનાવી શકો છો.
The post Aloe Vera થી તમારા વાળને બનાવો સોફ્ટ એંડ શાઈની….. appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here