Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે Shikhar Dhawan એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ

શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે Shikhar Dhawan એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ ઇકારી સદી ફટકારી હતી. Shikhar Dhawan એ ખુબ જ આક્રમક બેટિંગ કરતા માત્ર ૧૧૦ બોલમાં ૯૧.૮૨ ની સ્ટ્રાઈક રેટ સાથે સદી ફટકારી હતી. શિખર ધવન શરૂઆતથી જ આક્રમક જોવા મળ્યા અને શ્રીલંકાના દરેક બોલરની સામે ઝડપી રન બનાવ્યા હતા. વાપસી બાદ ફટકારી શાનદાર સદી શિખર ધવને પોતાની ઇનિંગમાં ૧૬ ચોગ્ગા ફટકાર્યા હતા. મુરલી વિજયને ઈજા થયા બાદ ટીમમાં સામેલ કરવામાં આવેલ શિખર ધવને આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. શિખર ધવનની આ ઇનિંગ એટલા માટે ખાસ છે કેમકે તેમને ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે શિખર ધવને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

શિખર ધવને તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો શિખર ધવને હાર નહોતી માની અને તેમને આ દરમિયાન વનડે સીરીઝમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. શિખર ધવને પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી અને પછી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ખુબ જ રન બનાવ્યા હતા. ત્યાર બાદ જયારે મુરલી વિજય શ્રીલંકા પ્રવાસ પહેલા ઈજાગ્રસ્ત થયા હતા, તો તેમની જગ્યાએ શિખર ધવનને તક આપવામાં આવી અને તેમને પ્રથમ જ ટેસ્ટમાં પોતાને સાબિત કરી દીધા છે. શિખર ધવને પોતાની આ ઇનિંગમાં ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે.

શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે શિખર ધવને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

વર્ષ ૨૦૧૩ બાદ ત્રીજી સૌથી ઝડપી સદી શિખર ધવને જેવી જ રીતે ૧૧૦ બોલમાં સદી ફટકારી તેવી જ રીતે વર્ષ ૨૦૧૩ બાદ ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેને બની ગયા હતા. તેમ છતાં જો ૩ સૌથી ઝડપી સદી વાત કરીએ તો ત્રણે સદી શિખર ધવનના નામે છે. શિખર ધવને વર્ષ ૨૦૧૩ માં ઓસ્ટ્રેલિયા સામે (૮૫ બોલમાં સદી) પછી વર્ષ ૨૦૧૫ માં બાંગ્લાદેશ સામે (૧૦૧ બોલમાં સદી) ફટકારી હતી. હવે શિખર ધવએ શ્રીલંકા સામે ૧૧૦ બોલમાં સદી ફટકારી આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. શ્રીલંકામાં પ્રથમ ૨ ટેસ્ટમાં ૨ સદી ફટકારનાર દુનિયાના પ્રથમ બેટ્સમેન બન્યા શિખર ધવન શિખર ધવને સદી ફટકારવાની સાથે એક વધુ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે જે આજ દિવસ સુધી કોઈ પણ બેટ્સમેને બનાવ્યો નથી. ખરેખર, શિખર ધવનની શ્રીલંકા સામે બીજી સદી છે અને શ્રીલંકા સામે આ તેમની બીજી ટેસ્ટ પણ છે. શિખર ધવને આ અગાઉ શ્રીલંકા સામે પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી અને તેના કારણે તે શ્રીલંકા સામે કારકિર્દીની શરૂઆતી ૨ મેચમાં ૨ સદી ફટકારનાર દુનિયાના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. શિખર ધવને આ અગાઉ વર્ષ ૧૨ ઓગસ્ટ, ૨૦૧૫ માં ગાલેમાં જ પ્રથમ ઇનિંગમાં ૧૩૪ રન બનાવ્યા હતા. જયારે આ ઇનિંગમાં તેમને ૧૯૦ રન બનાવ્યા હતા.

The post શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે Shikhar Dhawan એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શ્રીલંકા સામે સદી ફટકારવાની સાથે Shikhar Dhawan એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×