Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં India ના પ્રથમ દિવસે ૩ વિકેટે ૩૯૯ રન

India vs Sri Lanka 1st Test Day 1, 399 runs for 3 wickets

India અને શ્રીલંકા સામે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારત ગાલેના પ્રથમ દિવસે શ્રીલંકા સામે મજબુત સ્થિતિમાં આવી ગયું છે. ભારતે શિખર ધવન અને ચેતેશ્વર પુજારાની શાનદાર સદીના આધારે પ્રથમ દિવસની સમાપ્તીએ ૯૦ ઓવરમાં ૩૯૯ રન બનાવી લીધા હતા. ભારત તરફથી શિખર ધવને શાનદાર ૧૯૦ બનાવ્યા હતા. જયારે દિવસની સમાપ્તીએ ચેતેશ્વર પુજારા ૧૪૪ રન અને રહાણે ૩૯ રન બનાવી રમતમાં છે. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ ૨ વર્ષ બાદ શ્રીલંકાના પ્રવાસે આવી છે. છેલ્લી વખત વર્ષ ૨૦૧૫ માં કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ૨-૧ થી સીરીઝ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ સીરીઝના સિવાય ભારતીય ટીમ આ પ્રવાસે પાંચ વનડે અને એક ટી-૨૦ મેચ રમશે. કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૪ બોલર, ૬ બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર સાથે મેદાન પર ઉતરી રહી છે. ભારત તરફથી શિખર ધવન અને અભિનવ મુકુન્દ ઇનિંગની શરૂઆત કરશે. ઈજા બાત ટીમમાં વાપસી કરનાર લોકેશ રાહુલ બીમારીના કારણે આ મેચમાં રમી રહ્યા નથી. ત્રીજા નંબર પર ચેતેશ્વર પુજારા ટીમની આગેવાની સાંભળશે જ્યારે મધ્યક્રમની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રીદ્ધિમાન સાહા પર હશે. બોલિંગની વાત કરીએ તો ભારતીય ટીમ ૨ સ્પીન અને બે ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરી રહી છે જયારે પાંચમાં બોલરની ભૂમિકા હાર્દિક પંડ્યા નિભાવશે. ત્યારે બીજી તરફત શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલ ન્યુમોનિયાની બીમારીના કારણે આ મેચમાં રમી રહ્યા નથી. દિનેશ ચાંદીમલની જગ્યાએ રંગના હેરાથ આ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. ભારત - વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી. શ્રિલંકા - ઉપુલ થરંગા, દીમુત કરુણારત્ને, કુસલ મેન્ડીસ, ધનુષ્કા, ગુનાતિલકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડીકવેલા, એસેલા ગુણારત્ને, દિલરૂઆન પરેરા, રંગના હેરાથ (કેપ્ટન), લાહિરુ કુમારા અને નુવાન પ્રદીપ.

The post શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં India ના પ્રથમ દિવસે ૩ વિકેટે ૩૯૯ રન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં India ના પ્રથમ દિવસે ૩ વિકેટે ૩૯૯ રન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×