Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો… ફિલ્મ ‘Lipstick Under My Burkha’ એ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી

ઘણા વિવાદો પછી અંતે અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટ કરેલ ફિલ્મ 'Lipstick Under My Burkha' સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે. ત્યારબાદ Lipstick Under My Burkha ફિલ્મને લોકો દ્ધારા વધારે સપોર્ટ મળ્યો હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે ૧.૨૨ કરોડ રૂપિયાણી કમાણી કરી છે. થઇ શકે છે કે, આ આંકડો મોટો નથી પરંતુ આ ફિલ્મ ફક્ત ૪૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ થઈ છે. લિપસ્ટિક અંડર માય બુર્ખા ફિલ્મની સ્ટોરી બુઆ જી ઉર્ફે ઉષા (રત્ના પાઠક શાહ), લીલા(અહાના કુમરા), શિરીન (કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાભિતા) ની છે જે ભોપાલના એક મહોલ્લામાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નોવેલ વાંચવાનો શોખ છે, લીલાનું સપનું છે કે તે ફોટોગ્રાફર અરશદ (વિક્રાંત મસ્સી) ની સાથે શહેર છોડી દિલ્હી ભાગી જાય. શીરીન તેના પતિ (સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે બંધક જીવન ગુજારે છે અને ખાનગીમાં તે સેલ્સ વુમનનું કામ કરે છે. ઘણાબધા પ્રતિબંધ હોવા છતાં રિહાના અંગ્રેજી સોંગની દિવાની છે અને ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે પોતાની દુનિયામાં જતી રહે છે. ફિલ્મમાં આ ચારેય મહિલાઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવ્યા છે અને છેલ્લે ફિલ્મની સ્ટોરી તેના અંજામ સુધી પહોચે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે અને ફિલ્મમાં સમાજમાં મહિલાઓ પ્રતિ થઇ રહેલ રૂઢિવાદી વ્યવહારનો એક તરફ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડીરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. તેની સાથે ગામડાની લાઈફને પણ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે. ફિલ્મમાં દરેક કિરદારનું પરફોર્મન્સ જબરદસ્ત છે.

The post જાણો… ફિલ્મ ‘Lipstick Under My Burkha’ એ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો… ફિલ્મ ‘Lipstick Under My Burkha’ એ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×