Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આગામી વર્ષે લોન્ચ થશે ૫ મિનીટમાં ચાર્જ થાય તેવો Smartphone…

Smartphone that charge in five minutes could arrive next year

ટેકનોલોજીની દુનિયામાં દરરોજ એક નવી ટેકનોલોજી આવે છે અને ગઈ કાલે લોન્ચ થયેલી ટેકનોલોજી જૂની થતી જાય છે. તેમાં પણ Smartphone ની દુનિયામાં તો દરરોજ અવનવી શોધો થતી રહે છે. તે પછી Smartphone નો સેલ્ફી કેમરો હોય કે, પછી સાઉન્ડ ક્વોલોટી હોય. પરંતુ આ બધામાં સૌથી મહત્વપૂર્ણ છે સ્માર્ટફોનની બેટરી. બેટરીની સમસ્યા દરેક સ્માર્ટફોન યુઝરને હંમેશાથી રહે છે. કોઈને બેટરી જલ્દી જ ખત્મ થઇ જવાની સમસ્યા હોય છે તો કોઈને સ્લો બેટરી ચાર્જની સમસ્યા છે. બધી તો નહી પરંતુ તેમનાથી એક સમસ્યાનું સમાધાન લઈને આજે અમે આવ્યા છીએ. મિનીટોમાં ચાર્જ થતો સ્માર્ટફોન આગામી વર્ષ સુધીમાં માર્કેટમાં આવી શકે છે. સ્માર્ટફોનને ફટાફટ ચાર્જ કરતી ટેકનીકનું પ્રદર્શન પહેલી વખત ૨૦૧૫ માં કરવામાં આવ્યું હતું. ઇઝરાયલનાં સ્ટાર્ટઅપ સ્ટોરડોટે પોતાની ફ્લેશબેટરીને લાસ વેગાસમાં CES ટેક શોમાં રજૂ કરી હતી. સ્ટાર્ટઅપનાં મુખ્ય કાર્યકારી ડોરોન માયર્સડોર્ફે જણાવે છે કે, 'આશા કરવામાં આવી રહી છે કે, તેનું પ્રોડક્શન વર્ષ ૨૦૧૮ માં શરુ થઇ શકે છે. જોકે, એક ટેકનીક વિશ્લેષક બેન વુડે આ દાવા પર સંદેહ જણાવવામાં આવ્યો છે. માયર્સડોર્ફે કહ્યું છે કે, તે જણાવી નથી શકતા કે, જો કંપની તેમની ટેકનીકનો ઉપયોગ કરીને સ્માર્ટફોન બનાવશે. વર્ષ ૨૦૧૫ માં તેઓએ કહ્યું હતું કે, તેમની કંપનીની બેટરીમાં એવા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને અન્ય બેટરીઓથી અલગ દર્શાવે છે. એટલે કે, આ પ્રક્રિયામાં એનોડથી કેથોડને આયંસ ઝડપથી ટ્રાન્સફર થાય છે અને બેટરી જલ્દી જ ચાર્જ થાય છે. દાવો કરવામાં આવ્યો છે કે, ટેકનીકમાં નેનો મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ત્યારે હટાવવામાં આવેલ બેટરીનાં કેટલાક નમૂના મહત્તમ સ્માર્ટફોન બેટરીઓની સરખામણીએમાં જાડી હતી, પરંતુ હવે માયર્સડોર્ફે દાવો કર્યો છે કે, બેટરી બજારમાં આવવા માટે તૈયાર છે.

The post આગામી વર્ષે લોન્ચ થશે ૫ મિનીટમાં ચાર્જ થાય તેવો Smartphone… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આગામી વર્ષે લોન્ચ થશે ૫ મિનીટમાં ચાર્જ થાય તેવો Smartphone…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×