Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે,રાજકોટમાં યોજાશે ભવ્ય રોડ શો

PM Modi Two Day Gujarat Visit Full With Programme And Road Show In Rajkot

PM Modi ગુજરાતમાં તારીખ ૨૯ અને ૩૦ જુનના બે દિવસના પ્રવાસ દરમ્યાન સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ,નર્મદાના નીરનાં વધામણાં, રાજકોટ ખાતે ભવ્ય રોડ શો અને ઈન્ટનેશનલ ટેક્સટાઈલ એક્ઝિબીશન સહિતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આગામી પ્રવાસ અંગે વિગતો આપતાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં સવારે ૧૦ કલાકે પ.પૂ. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્‌ રાજચંદ્રજીની ટપાલ ટીકીટ તેમજ સોનાના સિક્કાનું અનાવરણ કરશે. સાબરમતી આશ્રમ ખાતેના આ કાર્યક્રમમાં ધરમપુર ખાતેના તેમના આશ્રમના અનુયાયીઓ ખાસ ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતે સાંજે ૪ કલાકે દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપી દિવ્યાંગોને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરશે, સાંજે ૬ કલાકે “સૌની યોજના” અંતર્ગત આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરશે, ત્યારબાદ રેસકોર્ષ મેદાન ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. જાહેરસભા બાદ રાજકોટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. વિવિધ સમાજ, સંગઠનો તથા સામાન્ય જન દ્વારા રોડ-શો દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી બીજા દિવસે ૩૦ જુનના રોજ અરવલ્લી ખાતે પાણી પુરવઠા વિભાગની યોજનાનું લોકાર્પણ કર્યા બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ-મણીનગર ખાતેના “ધ અરેના-ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડીયમ” ખાતે યુવાઓને માર્ગદર્શન આપશે. સાંજે ૦૫ કલાકે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજીત “ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સ ઍન્ડ એક્ઝિબીશન” કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ દેશભરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વારાણસીના વણકરો ખાસ ઉપસ્થિત રહેશે. તેમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

The post PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે,રાજકોટમાં યોજાશે ભવ્ય રોડ શો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે,રાજકોટમાં યોજાશે ભવ્ય રોડ શો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×