Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Salman-શાહરૂખનાં ફેંસ માટે ગુડ ન્યૂઝ, આ ફિલ્મમાં ફરીથી સાથે આવશે નજર!

Salman Khan

Salman Khan અને શાહરૂખ ખાન

Salman Khan ની ફિલ્મ ટ્યુબલાઈટ શાહરૂખ ખાનના ફેંસ માટે પણ ખાસ હતી કારણકે આ ફિલ્મમાં શાહરૂખ કેમિયોનો રોલ પ્લે કરતા નજર આવ્યા હતા. પરંતુ હવે બંને ખાન એકવાર ફરીથી મોટા પડદા પર જોવા મળશે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં Salman Khan કેમિયો રોલમાં નજર આવશે. ફિલ્મ ટ્યુબલાઈટમાં શાહરૂખે જાદુગર ગોગો પાશાનો રોલ પ્લે કર્યો હતો. જે તેમના ફેંસને થિયેટર સુધી ખેંચી ગયો હતો. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નથી પરંતુ સલમાન અને શાહરૂખને આ ફિલ્મમાં સાથે જોવા માટે દરેક બેતાબ હતા.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

તાજેતરમાં સલમાન ખાને જણાવ્યું કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન તેમના પૂછ્યા પહેલા જ ફિલ્મમાં કેમિયો કરવા માટે રાજી થઇ ગયા હતા. સલમાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, જ્યારે કબીર ખાને મને સ્ટોરીનો વિષય જણાવવાનું શરુ કર્યું તો તેમણે કહ્યું કે, આપણે આ રોલ માટે શાહરુખને લેવા જોઈએ. તો મેં શાહરૂખને ફોન કર્યો અને તેમને કહ્યું કે, 'ટ્યુબલાઈટ' માં એક નાનો રોલ છે, જેને હું ઈચ્છું છુ કે તમે પ્લે કરો. મારું વાક્ય પૂર્ણ થાય તે પહેલા જ શાહરૂખે કહ્યું કે, હું આ રોલ પ્લે કરીશ અને આ રીતે તેઓ ફિલ્મનો ભાગ બની ગયા.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

હવે ખબર આવી રહી છે કે, આ ફિલ્મ પછી શાહરૂખ સલમાનને પોતાની ફિલ્મમાં કેમિયો કરવા માટે અપ્રોચ કર્યો છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખે પોતે કન્ફર્મ કર્યું છે કે, આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં સલમાન કેમિયો કરતા નજર આવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, આનંદ એલ રાયની ફિલ્મમાં એક ગેસ્ટ અપીયરેન્સ છે અને હું ઈચ્છું છુ કે, તેને સલમાન કરે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ મેઈન રોલમાં છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

તમને જણાવી દઈએ કે, આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

The post Salman-શાહરૂખનાં ફેંસ માટે ગુડ ન્યૂઝ, આ ફિલ્મમાં ફરીથી સાથે આવશે નજર! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Salman-શાહરૂખનાં ફેંસ માટે ગુડ ન્યૂઝ, આ ફિલ્મમાં ફરીથી સાથે આવશે નજર!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×