Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૭મુ પગાર પંચ : GST નાં કારણે કર્મચારીઓએ વધુ રાહ જોવી પડી શકે છે!

7th pay commision likely delayed amid gst launch demonetisation

૧ જુલાઈથી સંપૂર્ણ દેશમાં સિંગલ ટેક્સ સિસ્ટમ માટે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવાની કવાયત ચાલી રહી છે. GST ને દેશની અર્થવ્યવસ્થામાં તેને આઝાદી બાદનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ રીફોર્મ વચ્ચે કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓને ચિંતા થઇ રહી છે. કેન્દ્ર સરકારનાં સુત્રો નો દાવો છે કે, ૧ જુલાઈથી જીએસટી લોન્ચ કરવાનો સૌથી મહત્વનો મુદ્દો રહેશે. તેવામાં પગાર પંચનાં મામલામાં કેટલાક વધુ દિવસો માટે નિર્ણય ટાળી શકાય છે. - કેન્દ્ર સરકારની ફોર્મુલા મુજબ મોંઘવારી ભથ્થા પર ૨ ટકા વધારો કરવામાં આવશે. - કમર્ચારી યૂનીયનોનું માનવું છે કે, મોંઘવારી ભથ્થું નિર્ધારિત કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સને બેન્ચમાર્ક માનવો હકીકતથી અલગ આંકડા આપે છે. - યૂનિયન મુજબ સીપીઆઈ એક કાલ્પનિક આંકડો છે, કારણ કે લેબર બ્યૂરોનો આંકડો હકીકતથી દૂર રહે છે. - મોંઘવારી ભથ્થું વધારવા માટે સરેરાશ સીપીઆઈ આંકડો ૪.૯૫ રકા રહેવો જોઈએ. જેને ૧ જાન્યુઆરી થી ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ બેન્ચમાર્ક માનવો જોઈએ. - પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, બધા કર્મચારીઓને જાન્યુઆરી ૧, ૨૦૧૬ થી વધેલી સેલરી અને ભથ્થું મળશે. પરંતુ નોટબંધી લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે. - નોટબંધીનાં નિર્ણય બાદ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં ભથ્થા પર પગાર પંચની ભલામણો જોવા માટે એક કમિટી બનાવી છે. આ કમિટીને પગાર પંચની ભલામણોને લાગુ કરવાનો રસ્તો નક્કી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

The post ૭મુ પગાર પંચ : GST નાં કારણે કર્મચારીઓએ વધુ રાહ જોવી પડી શકે છે! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૭મુ પગાર પંચ : GST નાં કારણે કર્મચારીઓએ વધુ રાહ જોવી પડી શકે છે!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×