Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

India ને પાછળ રાખીને ચીને લોન્ચ કર્યું પહેલું ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ

ચીને બુધવારે પોતાનું પહેલું ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ ‘ટાઈપ-055’ને લોન્ચ કરી દીધું છે. દુનિયાના સૌથી મોટા યુદ્ધજહાજોમાં ગણનાપાત્ર ‘ટાઈપ-૦55’ને શાંઘાઈના જીઆંગનાન શિપયાર્ડ (ગ્રૂપ)માં આયોજિત સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનાથી PLA નેવીની તાકાતમાં કેટલાય ગણો વધારો થઈ ગયો છે. ચીનના આ પગલાથી ભારત (India)ની ચિંતામાં વધારો થયો છે. ચીનના આ ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ ‘ટાઈપ-055’માં આશરે ૧૨૦ મિસાઈલ તહેનાત કરી શકાય છે, જયારે ભારત (India)ની પાસે આટલી મિસાઈલ તહેનાત કરી શકે તેવું યુદ્ધજહાજ નથી. આ યુદ્ધજહાજને ચીને તૈયાર કર્યું છે. આ યુદ્ધજહાજ આધુનિક એર ડિફેન્સ, એન્ટી મિસાઈલ, એન્ટી શિપ અને એન્ટી સબમરીન હથિયારોથી સુસજ્જ છે. ચીને દક્ષિણ ચીન સાગર વિવાદ અને ભારતની સાથેની ખેંચતાણની વચ્ચે આ યુદ્ધજહાજને સેનામાં સામેલ કર્યું છે. હાલના સંજોગોમાં ચીને પોતાની નૌસેનામાં ઘણી સંખ્યામાં યુદ્ધજહાજોને સામેલ કર્યા છે. દસ હજાર ટન વજન ધરાવતી આ ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજનો સમાવેશ થવાથી ડ્રેગનની તાકાત કેટલાય ગણી વધી ગઈ છે. ચીને લાંબા સમયથી લગાતાર ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં હિન્દ મહાસાગરમાં ચીનનો જંગી કાફલો જોવામાં આવ્યો હતો. જેમાં ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક ચાંગચુન, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેજ જિનઝોઉં અને જલપોત ચાઓહૂનો સમાવેશ થયેલો હતો. થોડા દિવસ અગાઉ ચીને પાકિસ્તાનની સાથે મળીને અરબ સાગરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો. આ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ બંને દેશોની નૌસેનાની વચ્ચે હિન્દ મહાસાગરમાં આપસી તાલમેલને બહેતર બનાવવા માટે કરવામાં આવેલો અભ્યાસ ગણાવ્યો હતો.

The post India ને પાછળ રાખીને ચીને લોન્ચ કર્યું પહેલું ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

India ને પાછળ રાખીને ચીને લોન્ચ કર્યું પહેલું ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×