Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શંઘાઇમાં Sultan એ મચાવી ધૂમ, મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

Sultan

શંઘાઇમાં થયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન યશરાજ ફિલ્મ્સની મેગા બ્લોક બસ્ટર 'Sultan' ને શ્રેષ્ઠ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જો કે, આ કેટેગરીમાં દુનિયાભરની ઘણી એક્શન ફિલ્મ્સ નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ ઓડિયન્સનાં વોટ અને જજીસ દ્ધારા આપવામાં આવેલ નંબરનાં આધાર પર સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ Sultan ને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સની જગ્યાએ પ્રકાશ ગુપ્તા (કાઉંસિલ જનરલ ઓફ ઇન્ડિયા શંઘાઈ) એ આ એવોર્ડ લીધો. ફિલ્મના ડિરેકટર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમને મળેલ પ્રેમ અને સમ્માનથી હું ખુશ છુ. એક્શન કેટેગરીમાં જેકી ચેન દ્ધારા મળેલ આ એવોર્ડને હું સુપર સ્પેશિયલ માનું છુ. બાળપણથી મારા જેવા ઘણા ભારતીય લોકો માટે જેકી ચેન પ્રેરણા આપનાર એક્ટર છે. સુલતાન એક દેસી ભારતીય રેસલિંગ અને રો પાવર પર આધારિત ફિલ્મ છે. પૂરી દુનિયાની એક્શન ફિલ્મો અહીં નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ તેમની વચ્ચે આ સમ્માન મળવું પોતાનામાં એક મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' શુક્રવારે રિલીઝ થઈ છે અને આ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. તમને જણાવી દઈએ કે, ૫૫૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઇ છે.

The post શંઘાઇમાં Sultan એ મચાવી ધૂમ, મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શંઘાઇમાં Sultan એ મચાવી ધૂમ, મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×