Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Record : ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા Ravindra Jadeja

Ravindra Jadeja becomes highest wicket-taker for India at ICC Champions Trophy 1

Ravindra Jadeja એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

ભારતના Ravindra Jadeja એ કાલે એજબેસ્ટનમાં બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહિર ખાનને પાછળ છોડતા ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતના બોલર બની ગયા છે.

Ravindra Jadeja એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશના શાકિબ અલ હસનને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના હાથે કેચ આં કરાવ્યા હતા. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની નવમી મેચમાં ૧૬ વિકેટ લીધી છે. આ અગાઉ આ બાબતમાં ૧૫-૧૫ વિકેટની સાથે ઝહિર ખાનની બરાબરી પર હતા. ઝહિર ખાને ૯ મેચમાં ૧૫ વિકેટ લીધી છે. આ યાદીમાં તેમના બાદ હરભજન સિંહ અને સચિન તેંડુલકર છે. આ બંનેના નામે ૧૪-૧૪ વિકેટ નોધાવી છે. હરભજન સિંહે ૧૩ મેચમાં અને સચિન તેંડુલકરે ૧૬ મેચમાં આટલી વિકેટ લીધી હતી.

Ravindra Jadeja એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

રવિન્દ્ર જાડેજા માટે આ ચેમ્પિયન્સ ટ્રોફી વધારે સફળ સાબિત થઈ નથી અને તેમની આ સત્રમાં ચોથી વિકેટ હતી. તેમને પાકિસ્તાન સામે ૪૩ રનમાં બે વિકેટ લીધી હતી. તેમને શ્રીલંકા સામે કોઈ સફળતા મળી નહોતી જયારે સાઉથ આફ્રિકા સામે તેમને ૧ વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં India એ બાંગ્લાદેશને ૯ વિકેટથી હરાવી શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ બાંગ્લાદેશે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૨૬૪ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ભારતે માત્ર ૪૦.૧ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૨૬૪ રન બનાવી લીધા હતા. રોહિત શર્માના અણનમ ૧૨૩ અને વિરાટ કોહલીએ પણ અણનમ ૯૬ રનની ઇનિંગ રમી હતી.

The post Record : ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા Ravindra Jadeja appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Record : ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા Ravindra Jadeja

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×