Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોચ્યું પાકિસ્તાન

Champions Trophy Pakistan beat Sri Lanka to set up England semi-final 5

શ્રીલંકાને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ ની સેમીફાઈનલમાં પાકિસ્તાને શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવી પોતાની જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૪૯.૨ ઓવરમાં ૨૩૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીત માટે ૨૩૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે પાકિસ્તાને ૪૪.૫ ઓવરમાં સાત વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

શ્રીલંકાને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં

પાકિસ્તાનની ઇનિંગ નુવાન પ્રદીપે પાકિસ્તાનને પ્રથમ જટકો આપ્યો હતો. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી ચુકેલા ફખર જમનને નુવાન પ્રદીપે આઉટ કર્યા હતા. ત્યાર બાદ બાબર આઝમ પ્રદીપની બોલ પર ૧૮ રન બનાવી ડીસિલ્વાને કેચ આપી બેઠા અને શ્રીલંકાને બીજી સફળતા મળી હતી. મોહમ્મદ હાફીઝ એક રન બનાવી પરેરાની બોલ પર પ્રદીપને કેચ આપી બેઠા અને પાકિસ્તાનને ત્રીજો જટકો લાગ્યો હતો. ત્યાર બાદ ૩૪ રન બનાવી રમી રહેલા અઝહર અલી પણ લકમલની બોલ પર મેન્ડીસને કેચ આપી આઉટ થઈ ગયા હતા. શોએબ મલિક ૧૧ રન બનાવી મલિંગાની બોલ પર ડિકવેલાને કેચ આપી બેઠા હતા. ઈમાદ વસીમ ૪ રન બનાવી નુવાન પ્રદીપની બોલ પર આઉટ થઈ ગયા હતા અને પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી ગઈ હતી. ફહિમ અશરફ ૧૫ રન બનાવી રન આઉટ થઈ ગયા અને શ્રીલંકાને સાતમી સફળતા મળી હતી. કેપ્ટન સરફરાઝ અહેમદે કેપ્ટન ઇનિંગ રમી અને અણનમ ૬૧ રન બનાવ્યા હતા. મો. આમીરે પણ પોતાના કેપ્ટનનો જબરદસ્ત સાથ આપ્યો અને અણનમ ૨૮ રનની ઇનિંગ રમી હતી. આ બંનેની ઇનિંગના આધારે પાકિસ્તાને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. સરફરાઝ અને આમિરની વચ્ચે અણનમ ૭૫ રનની ભાગીદારી થઈ હતી.

શ્રીલંકાને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં

શ્રીલંકન ટીમની ઇનિંગ જુનૈદ ખાને શ્રીલંકાને પ્રથમ જટકો આપ્યો હતો. ગુનાથીલકા ૧૩ રન બનાવી જુનૈદ ખાનની બોલિંગ પર કેચ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ૨૭ રન પર રમી રહેલા કુશલ મેન્ડીસને હસન અલીએ બોલ્ડ કરી પાકિસ્તાનને બીજી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ફહીમ અશરફે ચાંદીમલને શૂન્ય રન પર બોલ્ડ કરી દીધા હતા. આ ફહીમ અશરફની આંતરરાષ્ટ્રીય વનડે મેચની પ્રથમ વિકેટ રહી હતી. આમીરે મેથ્યુઝને બોલ્ડ કરી શ્રીલંકાને ચોથો જટકો આપ્યો હતો. ત્યાર બાદ જુનૈદ ખાને ડીસિલ્વાને ૧ રનના સ્કોર પર સરફરાઝ અહમેદના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. આગામી જ ઓવરમાં મોહમ્મદ આમીરે ડિકવેલાને સરફરાઝ અહેમદના હાથે કેચ આઉટ કરાવી દીધા હતા. જુનૈદ ખાને પરેરાને બાબર આઝમના હાથે કેચ કરાવી શ્રીલંકાને સાતમો જટકો આપ્યો હતો. લકમલ ૨૬ રન બનાવી હસન અલીની બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. ગુણારત્ને ૨૭ રન બનાવી હસન અલીની બોલ પર ફખર જમનને કેચ આપી બેઠા અને શ્રીલંકાને નવો જટકો લાગ્યો હતો. નુવાન પ્રદીપ ૧ રન બનાવી ફહીમ અશરફ દ્વ્રારા કેચ અંદ બોલ્ડ આઉટ કરી દીધા હતા.

The post શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોચ્યું પાકિસ્તાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોચ્યું પાકિસ્તાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×