Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના ઉપવાસનો સત્યાગ્રહ કરીને જવાબ આપશે Congress

મધ્ય પ્રદેશમાં ઉપવાસનું રાજકારણ ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યું છે. જેમાં એક તરફ રાજયમાં શાંતિ સ્થાપવા માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસમાં ઉપવાસ પૂર્ણ કર્યા છે. તેવા સમયે Congress ના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે મંદસોર જઈને મૃતક ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, સિંધિયાએ શિવરાજ સિંહ સરકાર સામે ૭૨ કલાકના સત્યાગ્રહની જાહેરાત કરી છે. જેમાં તેવો ભોપાલમાં ૧૪ મે ના રોજથી ૭૨ કલાકનો સત્યાગ્રહ કરશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ સત્યાગ્રહ ખેડૂતોને ઝડપથી ન્યાય મળે તે માટે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ૧૪ જુનના રોજ બપોરે ૩ વાગેથી ટી.ટી. નગર દશેરા મેદાનમાં ૭૨ કલાકનો સત્યાગ્રહ કરશે. સત્યાગ્રહ શરુ કરતા પૂર્વે તે ૧૩ જુનના રોજ મંદસોર જશે અને ૬ જુનના રોજ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા પાંચ ખેડૂતોના પરિવારજનોને મળશે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શો પર રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા શનિવારથી બેમુદતી ઉપવાસ શરુ કર્યા છે. જે મંચ પર તે બેઠા છે તેની ઉપર મહાત્મા ગાંધીની મોટી તસ્વીર મુકવામાં આવી છે. ઉપવાસ શરુ કરતા પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીએ તેમને તિલક લગાવીને વિધિવત રીતે ઉપવાસ પર બેસાડ્યા હતા. તેની બાદ તે સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીની તસ્વીર જોડે ઉપવાસ પર બેઠા હતા. મધ્ય પ્રદેશમાં ૬ જુનના રોજ મંદસોર જીલ્લામાં ખેડૂત આંદોલન દરમ્યાન પ્રદર્શનકારીઓ પર પોલીસ ફાયરીંગમાં પાંચ ખેડૂતોના મોત થયા હતા જયારે ૬ ખેડૂત ઘાયલ થયા હતા. તેની બાદ ખેડૂતોમાં આક્રોશ ઉભો થયો અને સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી હતી. હાલ મંદસોરમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

The post મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના ઉપવાસનો સત્યાગ્રહ કરીને જવાબ આપશે Congress appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના ઉપવાસનો સત્યાગ્રહ કરીને જવાબ આપશે Congress

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×