Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સાઉથ આફ્રિકી સીરીઝ માટે England ની ટીમમાં ૫ નવા ખેલાડીઓને સમાવેશ

England એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ કાલે સાઉથ આફ્રિકા સામે રમાવનારી ટી-૨૦ સીરીઝ માટે પોતાની ૧૬ સભ્યોની ટીમ પાંચ નવા ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ટીમમાં લિયામ લિવિંગસ્ટોન, ક્રેગ ઓવરટન, બેટ્સમેન ડેવિડ મલાન, ઝડપી બોલર ટોમ કુરાન અને લેગ સ્પિનર મેસન ક્રેનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ત્રણ મેચની સીરીઝમાં ટ્રીમની આગેવાની ઇયોન મોર્ગનને છોપવામાં આવી છે. ઇસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ મોઈન અલી, આદિલ રાશિદ, જો રૂટ અને બેન સ્ટોક્સને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ઝડપી બોલર ટાયમલ મિલ્સ પીઠની ઈજાને કારણે ટીમથી બહાર છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “મોઈન અલી, જૈક બોલ, આદિલ, રાશિદ, જો રૂટ અને બેન સ્ટોક્સને આરામ આપવામાં આવ્યા છે. આ બાદ પોતાની કાઉન્ટી ટીમ સાથે ડે-નાઈટ સ્પેકસેલર્સ કાઉન્ટી ચેમ્પિયન્સશીપમાં રમશે જે ૨૬ જુનથી શરૂ થઈ રહી છે. સસેક્સના ઝડપી બોલર ટાઈમલ મિલ્સ પીઠની ઈજાને કારણે ટીમથી બહાર છે.” ઇંગ્લેન્ડની ટીમ : ઈયોન મોર્ગન (કેપ્ટન), જોનાથન બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), મેસન ક્રેન, ટોમ કુરાન, લીયામ ડોસન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, લિયામ પ્લન્કેટ, જેસોન રોય, ડેવિડ વિલે, માર્ક વુડ.

The post સાઉથ આફ્રિકી સીરીઝ માટે England ની ટીમમાં ૫ નવા ખેલાડીઓને સમાવેશ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સાઉથ આફ્રિકી સીરીઝ માટે England ની ટીમમાં ૫ નવા ખેલાડીઓને સમાવેશ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×