Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આવતીકાલે EC આપશે ડેમો, કેવી રીતે કામ કરે છે EVM અને VVPAT મશીન

નવી દિલ્હી : ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન એટલે કે EVM સાથે છેડછાડ થઇ શકે કે નહિ, તેને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. છેલ્લા દિવસોમાં દિલ્હી વિધાનસભામાં EVM શો કરીને આમ આદમી પાર્ટીએ છેડછાડનો ડેમો બતાવ્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું છે કે, તે શનિવારે 'ઈવીએમ ચેલેન્જ' માટે તારીખનું એલાન કરશે. પ્રેસ કોન્ફરન્સ કરીને પોલ પેનાર એ પણ જણાવશે કે, ઈવીએમ અને VVPAT મશીન કેવી રીતે કામ કરે છે. આવું કરીને ચૂંટણી પંચ એ જણાવશે કે, ઈવીએમ માં ગડબડી શક્ય નથી. હાલમાં થયેલ ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ ઈવીએમ માં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં એક ડેમો આપીને જણાવ્યું હતું કે, કેવી રીતે સ્પેશીયલ કોડ દ્વારા ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવે છે. ચૂંટણી પંચે આ આરોપને ખોટા ગણાવતા દરેક રાજકીય દળોને ખુલ્લો પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. આવું કરવા પાછળ ચૂંટણી પંચનો ઉદ્દેશ એ છે કે, ઈવીએમ સાથે છેડછાડ શક્ય નથી. ચૂંટણી પંચે એ પણ કહ્યું કે, આવનાર ચૂંટણીમાં ઈવીએમ ના બદલે VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે કેમ કે વોટર પેપર સ્લીપ દ્વારા એ નક્કી કરી શકે કે તેનો વોટ કોને મળ્યો છે. ચૂંટણી પંચે આ જાહેરાત દરેક પાર્ટીઓ સાથે દિવસભરની બેઠક બાદ કરી છે. આ બેઠકમાં ઘણી પાર્ટીઓએ ફરીથી બેલેટ પેપર પણ ચૂંટણી કરવાનું પણ જણાવ્યું હતું.

The post આવતીકાલે EC આપશે ડેમો, કેવી રીતે કામ કરે છે EVM અને VVPAT મશીન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આવતીકાલે EC આપશે ડેમો, કેવી રીતે કામ કરે છે EVM અને VVPAT મશીન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×