Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gold થયું સસ્તું, હવે ૧૦ ગ્રામ માટે આપવા પડશે આટલા પૈસા

Gold extends losses, sheds Rs 30 on global cues

Gold ની કિંમતોમાં સતત પાંચમાં દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે દિલ્હી સ્રોત બજારમાં Gold ની કિંમત ૩૦ રૂપિયાથી નબળી થઈને ૨૮,૮૫૦ પ્રતિ ગ્રામ પર આવી ગઈ હતી. કિંમતોમાં આ ઘટાડો નબળા વૈશ્વિક સંકેત અને ઘરેલૂ જવેલર્સ તરફથી ઓછી માંગનાં લીધે આવ્યો છે. તેમજ બીજી તરફ ચાંદીની કિંમતોમાં પણ દબાવ જોવા મળ્યો હતો. ચાંદીમાં આ નબળાઈનાં લીધે ઓદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓ તરફથી થઇ રહેલ નરમાઈને જણાવવામાં આવી રહ્યું હતું. ૫૦ રૂપિયાના ઘટાડા બાદ તેની કિંમત ૩૮,૮૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. વેપારીઓએ જણાવ્યું છે કે, વિદેશોમાં નબળા પ્રવાહોનાં કારણે રોકાણકારોએ રોજગારનાં રિપોર્ટનું અનુમાન લગાવ્યું હતું. જોકે, વ્યાજદરોમાં વધારો, કિંમતી ધાતુઓની માંગમાં ઘટાડો, મુખ્ય રીતે કિંમતી ધાતુની કિંમતો પર દબાવ બનાવી રાખવાનાં મામલે મજબૂત કરશે. સાથે જ તેઓએ તે પણ કહ્યું છે કે, ઘરેલું જવેલર્સ તરફથી ઓછી માંગનાં લીધે પણ આ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તર પર સોનું વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાની કિંમતો ૦.૭૮ ટકા ઘટીને ૧૨૨૮ પ્રતિ ઔંસ અને ચાંદી ૦.૯૧ ટકા નબળું થઈને ૧૬.૩૦ પ્રતિ ઔંસ પર બંધ થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમતો ૩૦ રૂપિયા ઘટીને ક્રમશ: ૨૮,૮૫૦ રૂપિયા અને ૨૮,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગઈ છે. તેમન ગીન્ની ૨૪,૩૦૦ રૂપિયા પ્રતિ ૮ ગ્રામ પર અપરિવર્તિત બંધ થયું છે. ચાંદીની કિંમત ૫૦ રૂપિયાનાં ઘટાડા સાથે ૩૮,૮૦૦ રૂપિયા પ્રતિ કિલો થયું છે. ચાંદી સાપ્તાહિક ડિલીવરીની કિંમત ૧૯૫ રૂપિયા વધીને ૩૮,૧૪૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું. ચાંદીનાં સિક્કાઓની કિંમત ખરીદી ૬૯ હજાર રૂપિયા અને વેચાણ ૭૦ હજાર રૂપિયા જળવાઈ રહી હતી.

The post Gold થયું સસ્તું, હવે ૧૦ ગ્રામ માટે આપવા પડશે આટલા પૈસા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gold થયું સસ્તું, હવે ૧૦ ગ્રામ માટે આપવા પડશે આટલા પૈસા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×