Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Ahmedabad: પતિના મોત બાદ પત્નીએ ગળું કાપી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad: After her husband's death, wife slit her throat and attempt suicide

Ahmedabad શહેરના ખોખરા વિસ્તારમાં કેન્સરના લીધે પતિનું મોત થયા બાદ પત્નીએ છરી વડે પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેણીની હાત્લ નાજુક ગણાવાઈ રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ Ahmedabad શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા સુખાનંદ એપાર્ટમેન્ટ માં રહેતા અરુણસિંહ ગોરખનાથસિંહ (ઉ.વ. ૫૩) પોતાની પત્ની અવનીસિંહની સાથે રહેતા હતા. અરુણસિંહ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારથી પીડાતા હતા. આ દરમિયાન આજે સવારે અરુણસિંહનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. અરુણસિંહના મોત નિપજતાં તેમની પત્ની અવનીબહેનને લાગી આવ્યું હતું. આ કારણોસર અવનીબહેને ઘરમાં રહેલી છરી વડે પોતાનું ગળું કાપી નાખીને આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે લોહી નીગળતી હાલતમાં અવનીબહેનને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ખૂબ જ નાજુક ગણાવાઈ રહી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિની વસમી વિદાયના કારણે લાગી આવતા અવનીબહેને આ પગલું ભરું હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

The post Ahmedabad: પતિના મોત બાદ પત્નીએ ગળું કાપી કર્યો આત્મહત્યાનો પ્રયાસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Ahmedabad: પતિના મોત બાદ પત્નીએ ગળું કાપી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×