Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat Election 2017: બનાસકાંઠાની Kankrej વિધાનસભા બેઠક જાળવી રાખવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

Gujarat Election 2017: Banaskantha Kankrej Assembly Seat Become A Reputation Of Congress

Gujarat વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષ તેમની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક માટે યોજાનારી આ ચુંટણી આ વખતે ખુબ જ મહત્વની છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વર્ષ ૨૦૧૨માં ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી. જેના લીધે ભાજપને ઘણી બેઠક પર નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે . જે મહદઅંશે કોંગ્રેસની વોટબેંકને નુકશાન કરશે. તેવા સંજોગોમાં આ વખતની ચુંટણી અને તેના પ્રચારની તકનીક રસાકસી ભરેલી રહેશે. તેવા સમયે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક પરની રાજકીય સ્થિતિ સમજવા માટે વિશ્વ ગુજરાત વિધાનસભા ફેક્ટ ફાઈલ ની સીરીઝ શરુ કરી રહ્યું છે. જેમાં ગુજરાતની ૧૮૨ વિધાનસભાની છેલ્લા ત્રણ ટર્મ એટલે કે વર્ષ ૨૦૦૭ બાદની સ્થિતિનો ચિતાર રજુ કરીશું. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં આ બેઠકને આવરી લેતી મહત્વની વિગતો અને ફેક્ટરોનો તલસ્પર્શી અભ્યાસ રજુ કરવામાં આવશે. જેમાં આજે ગુજરાત વિધાનસભાની Kankrej બેઠકનો અભ્યાસ રજુ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જીલ્લાની Kankrej વિધાનસભા બેઠક ગુજરાતની બનાસકાંઠા જીલ્લાની કાંકરેજ વિધાનસભા બેઠકમાં કાંકરેજ ઉપરાંત ડીસા તાલુકાના પણ કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. કાંકરેજી ગાયોના નામથી આ વિસ્તાર પ્રખ્યાત છે.ડીસાના ૧૯ અને કાંકરેજના ૧૦૨ ગામ મળીને બેઠક બની છે. ૧૨૧ ગામોનો સમાવેશ થાય છે. શિહોરીમાં ગાય માતાનું એક માત્ર મંદિર છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૬, ૭૯૪ મતદારો છે. જેમાં ૧,૨૪,૫૫૦ પુરુષ મતદારો અને ૧,૧૨,૨૪૪ મહિલા મતદારો છે. જેમાં કુલ ૨૮૧ પોલીંગ બુથ છે. કાંકરેજ વિધાનસભા બેઠક પર યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી વર્ષ ૨૦૧૨માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ધારસિંહભાઈ કાનપુરાએ ભાજપના કિરીટસિંહ વાઘેલાને માત્ર ૬૦૦ મતથી હરાવ્યા હતા. જયારે વર્ષ ૨૦૦૭માં ભાજપના બાબુભાઈ દેસાઈએ આ બેઠક પરથી ચુંટણી જીતી હતી. વધ્યું છે. કાંકરેજ વિધાનસભા બેઠકના જાતીય ગણિત વાત કરીએ તો જણાશે કે દરબાર ૨૪. ૬ ટકા,ઠાકોર ૨૭.૮ ટકા , માલધારી ૯.૮ ટકા , બ્રાહમણ ૦૪.૦૨ ટકા ,પટેલ ૦૫.૦૫ ટકા , દલિત ૦૭. ૦૦ ટકા અને અન્ય જાતિનું પ્રમાણ ૧૬.૦૦ ટકા છે. જો કે નવા સીમાંકન બાદ આ બેઠક પર ઠાકોર અને દરબાર મતદારોનું પ્રભુત્વ છે.આ ઉપરાંત માલધારી સમાજના મતો પણ એટલાં જ મહત્વના છે. જેના લીધે આ જાતિના મતદારોના મત ચુંટણી જીતવા માટે ઉમેદવાર માટે નિર્ણાયક બની રહે છે.

The post Gujarat Election 2017: બનાસકાંઠાની Kankrej વિધાનસભા બેઠક જાળવી રાખવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat Election 2017: બનાસકાંઠાની Kankrej વિધાનસભા બેઠક જાળવી રાખવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×