Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે આઈપીએલમાં ગુજરાત લાયન્સ સામે Kings XI Punjab ટકરાશે

Kings XI Punjab will face Gujrat Lions in IPL Today

Kings XI Punjab ની ટીમ આજે ગુજરાત લાયન્સ સામે જીતના ઈરાદા સાથે ઉતરશે. બંને ટીમ આજે આઈ. એસ. બિન્દ્રા સ્ટેડીયમમાં સામ-સામે હશે. છેલ્લી બે મેચમાં સતત બે જીત મેળવ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર છે. પ્લે ઓફમાં પહોંચવા માટે તેણે ગુજરાત લાયન્સ સામે કોઇપણ રીતે જીતની જરૂરત છે. ત્યારે બીજી તરફ ગુજરાત લાયન્સની ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ ચુકી છે. તેમના માટે આ મેચ માત્ર ઔપચારિકતા છે. ફોર્મમાં ચાલી રહેલા હાશિમ આમલાના સિવાય કિંગ્સ ઈલેવનની બેટિંગ શોન માર્શ, કેપ્ટન ગ્લેન મેક્સવેલ, રિદ્ધિમાન સાહા અને માર્ટિન ગુપ્તીલ પર નિર્ભર છે. ગ્લેન મેક્સવેલ પોતાના બોલરોથી ખુબ જ ખુશ હશે જેમણે તેમને બે શાનદાર જીત અપાવી છે. સંદીપ શર્માએ બોલથી કિંગ્સ ઈલેવન પંજાબના માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે કિંગ્સ ઈલેવન પંજાબના પ્રમુખ બોલર સાબિત થયા છે. છેલ્લી મેચમાં ગુજરાત લાયન્સની ટીમ દિલ્હી સામે ૨૦૯ રનના ટાર્ગેટના સ્કોરને પણ બચાવી શક્યું નહોતું અને તેની સાથે તેમની પ્લેઓફની આશા સમાપ્ત થઈ ગઈ હતી. આ સીઝનમાં તેમની સૌથી મોટી કમજોરી બોલિંગ રહી છે. રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, ડ્વેન સ્મિથ જેવા બોલર અસરકારક સાબિત થયા નથી. ત્યારે બેટિંગમાં ટીમ વધારે ખાસ કરી શકી નથી. તેમની બેટિંગ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન સુરેશ રૈના પર નિર્ભર રહી છે. પરંતુ બ્રેન્ડન મેક્કુલમ આઈપીએલ-૧૦ માંથી બહાર થવાના કારણે તેમની બેટિંગ પણ કમજોર દેખાઈ રહી છે. તેમ છતાં છેલ્લી મેચમાં દિનેશ કાર્તિકે અડધી સદી લગાવી પોતાનો પ્રભાવ છોડ્યો છે. ત્યારે યુવા બેટ્સમેન ઇશાન કિશાને પણ બેટિંગથી પ્રભાવિત કર્યા છે.

The post આજે આઈપીએલમાં ગુજરાત લાયન્સ સામે Kings XI Punjab ટકરાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે આઈપીએલમાં ગુજરાત લાયન્સ સામે Kings XI Punjab ટકરાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×