Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો, World ના સૌથી રહસ્યમય સ્થળો વિશે..

world-mysteries-without-explanation-jpg-7

આ છે World ના સૌથી રહસ્યમય સ્થળો વિશે..

world-mysteries-without-explanation-jpg-6 વિશ્વમાં ઘણી બધી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓથી આપણને પાછલા સમયની ઘણી બધી માહિતીઓ મળી શકે એમ છે. જો કે અમુક એવા રહસ્યો છે જેને દુનિયાના વૈજ્ઞાનિકો પણ તાગ મેળવી શક્યા નથી. સહારાના રણમાં બનેલ પત્થરોના સ્થાપત્ય હોય કે ચીની મોઝેક લાઈન આ રહસ્યોના ઉકેલ હજુ અંકબંધ છે.

ખસતા પથ્થરો

world-mysteries-without-explanation-jpg-1 કેલિફોર્નિયાની ડેથ વેલીમાં અમુક પથ્થરો આપમેળે ખસતા જોવા મળે છે. આ ખસતા પથ્થરોનો ઉકેલ નાસાના વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્ય નથી. અહીનો રેસટ્રેક ૨.૫ માઈલ ઉત્તર થી દક્ષિણ અને ૧.૨૫ માઈલ પૂર્વથી પશ્ચિમ સુધી બિલકુલ સપાટ છે પરતું અહીના પથ્થરો આપમેળે ખસે છે. અહી ૧૫૦થી વધુ પથ્થરો આવેલા છે. ઘણા એવું માની રહ્યા છે કે ખુબ ઝડપી પવનોને કારણે પથ્થરો આપમેળે ખસે છે.

કરોડો વર્ષ જુનો લોખંડનો સ્ક્રૂ

world-mysteries-without-explanation-jpg-2 ૧૯૯૮ માં રશિયાના વૈજ્ઞાનિકો દક્ષિણ પશ્ચિમ મોસ્કોથી લગભગ 300 કિમી દુર એક ઉલ્કાના અવશેષોની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓને એક પથ્થરનો ટુકડો મળ્યો જેમાં લોખંડનો સ્ક્રૂ જોડાયેલો હતો. ભૂ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ પથ્થર ૩૦ કરોડ વર્ષ જુનો હતો ત્યારે કોઈ મનુષ્ય જાતી અસ્તિત્વ ધરાવતી નહોતી. તે વખતના સમયમાં પૃથ્વી ઉપર ફક્ત ડાયનાસોર જોવા મળતા હતા.પથ્થરની વચ્ચે લોખંડનો સ્ક્રુ સ્પષ્ટ દેખાઈ આવે છે જેની લંબાઈ એક સેમી અને વ્યાસ ત્રણ મીલીમીટર છે.

લોખંડનો કરોડો વર્ષ જુનો હથોડો

world-mysteries-without-explanation-jpg-3

 

વિશ્વમાં થયેલી સૌથી રહસ્યમય શોધખોળમાં આ વસ્તુએ વૈજ્ઞાનિકોને સૌથી વધુ અચંબિત કર્યા છે. લોખંડનો કરોડો વર્ષ જુનો હથોડો વૈજ્ઞાનિકોને અમેરીકા માંથી મળી આવ્યો હતો. લાઈમસ્ટાઇનની ખાણોમાં શોધખોળ દરમ્યાન આ હથોડો મળી આવ્યો હતો. ત્યારબાદ આ હથોડાને પ્રયોગશાળામાં પરીક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરીક્ષણ દરમ્યાન જાણવા મળ્યું હતું કે અંદરનું લાકડાનું હેન્ડલ સંપૂર્ણપણે કોલસાનું બની ગયું હતું મતલબ કે તે કરોડો વર્ષ જુનો હોવો જોઈએ તેવા તારણ ઉપર વૈજ્ઞાનિકો આવ્યા હતા. આ ઉપરાંત આ હથોડામાં રહેલા લોખંડની ગુણવતા એકદમ શુદ્ધ હતી. હજુ સુધી આટલું શુદ્ધ લોખંડ ધરતી ઉપર મળી નથી આવ્યું. વૈજ્ઞાનિકો આ હથોડાને કરોડો વર્ષ જુનો માને છે.

સહારાના રણમાં બનેલ પથ્થરોનું સ્થાપત્ય

world-mysteries-without-explanation-jpg-5 સહારાના રણમાં દુર આવેલ પથ્થરોનું સ્થાપત્ય વિશ્વના સૌથી મોટા રહસ્યોમાં સ્થાન પામે છે. ૧૯૭૩ માં સૌપ્રથમ વાર વૈજ્ઞાનિકો અહી પહોંચ્યા હતા.વૈજ્ઞાનિકોની એક ટુકડીએ પથ્થરોના બનેલા આ સ્થાપત્યનો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સ્થાપત્ય ઇસ ૬૦૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ પથ્થરો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ઉપર આધાર રાખીને ગોઠવવામાં આવ્યા છે. અહી મહત્વનો સવાલ છે કે આટલા વર્ષો અગાઉ ત્યારની પ્રજા દ્રારા કઈ રીતે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરીને આ સ્થાપત્યનું નિર્માણ કર્યું હશે.

ચીનની મોજેક લાઈન

world-mysteries-without-explanation-jpg-5-1 ફોટામાં દેખાઈ રહેલી અનોખી લાઈનો ૪૦ ડીગ્રી ૨૭'૨૮.૫૬ ઉત્તર અને ૨૩'૨૪.૪૨ પૂર્વ દિશામાં જોવામાં આવી હતી.આ વિચિત્ર લાઈનોની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.ચીનના ગાન્સુ શેન્ગના રણમાં આ લાઈનો બનેલી જોવા મળે છે.અંગ્રેજીમાં તેને ચીની મોજેક લાઈન કહેવામાં આવે છે.આ રેખાઓને ખડકો ઉપર બનાવામાં આવી હતી તોપણ તે સીધી જ લાગે છે.

The post જાણો, World ના સૌથી રહસ્યમય સ્થળો વિશે.. appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો, World ના સૌથી રહસ્યમય સ્થળો વિશે..

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×