Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat કોંગ્રેસે માછીમારોના પડતર પ્રશ્નોને લઈને શરુ કરી’ કિનારા બચાવો’ યાત્રા, ૧૨ મે ના રોજ વલસાડમાં પૂર્ણાહુતિ

Gujarat Congress Kinara Bachao Yatra Begin With Mandvi Bhuj Ending In Umargam Valsad On 12th May

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમાર સમુદાયના વિવિધ પડતર પ્રશ્નોને લઈને Congress દ્વારા આજે કચ્છના માંડવીથી દક્ષિણ ગુજરાતના વલસાડ સુધીનું ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’ શરૂ કરવામાં આવી છે. જેનો પ્રારંભ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરાવ્યો હતો. આ યાત્રા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં શરુ કરવામાં આવી છે. કિનારા બચાવ અભિયાન-બોટ યાત્રાનો પ્રારંભ કરતા પહેલાં કચ્છના મહેશ્વરી સમાજના ધર્મગુરુ અને કચ્છના સંત પરમ પુજ્ય વાલજી મતિયા મહારાજની સમાધીના આગેવાનો સાથે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ યાત્રામાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ માછીમાર સમુદાયને બોટ ખરીદવાથી માંડીને તેમનું જીવનધોરણ ઊચું લાવવા માટે કરેલી કામગીરી-પ્રોત્સાહન સામે ભાજપ સરકાર દ્વારા માછીમાર સમુદાયને કરી રહેલાં અન્યાયના મુદ્દા ઉઠાવાશે. રાજ્યના દરિયાકિનારાને બચાવવા ગુજરાત પ્રદેશ Congressના પૂર્વ પ્રમુખ તેમજ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. ગુજરાત સરકારે કોંગ્રેસના શાસનમાં માછીમારોને અપાયેલા લાભ અને યોજનાઓ છીનવી લીધા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં કચ્છ-માંડવીથી 'કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા'નો આરંભ કરવામાં આવ્યો હતો. 12 મેએ વલસાડના ઉમરગામ ખાતે પૂર્ણાહુતિ થશે. ઉમરગામમાં જનસભાને રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ સંબોધશે. 'કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા'ના રૂટ પર 30 જેટલી જનસભા યોજાશે. જનસભાને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન મિસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો સંબોધશે. મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે માછીમારોને મશીનવાળી બોટ ખરીદવા લોન, સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, માસિક 250 લિટર કેરોસીનનો ક્વોટા અપાતો હતો તે ભાજપ સરકારે બંધ કરી દીધો છે. પાકિસ્તાન બોટ ઝડપી લે તો નવી બોટ બનાવવા રૂ. 20 લાખ, પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને દૈનિક ભથ્થા સહિત રૂ. બે લાખનું વળતર આપવામાં આવતું હતું, તે ભાજપ સરકારે બંધ કર્યું છે.

The post Gujarat કોંગ્રેસે માછીમારોના પડતર પ્રશ્નોને લઈને શરુ કરી’ કિનારા બચાવો’ યાત્રા, ૧૨ મે ના રોજ વલસાડમાં પૂર્ણાહુતિ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat કોંગ્રેસે માછીમારોના પડતર પ્રશ્નોને લઈને શરુ કરી’ કિનારા બચાવો’ યાત્રા, ૧૨ મે ના રોજ વલસાડમાં પૂર્ણાહુતિ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×