Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

2019 માટે Amit Shah એ કસી કમર, ૫ મહિનામાં એક લાખ કિમી પ્રવાસ કરશે ભાજપ અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ Amit Shah ને કદાચ આરામ નથી પસંદ. તેથી પોતાના નેતૃત્વમાં પાર્ટીને એક બાદ એક ચૂંટણીમાં જીત અપાવતા Amit Shah એ અત્યારથી ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. કેન્દ્રમાં મોદી સરકારના ૩ વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે. આ અવસર પર ભાજપ પોતાની સરકારની ઉપલબ્ધીઓ બતાવવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે, કેમ કે જનતામાં સરકારની લોકપ્રિયતા વધે. તેના માટે અમિત શાહે ૨૫ એપ્રિલથી લઈને ૨૫ સપ્ટેમ્બર સુધી દેશભરનો પ્રવાસ કરશે. અમિત શાહ આ પાંચ મહિનામાં આશરે એક લાખ કિલોમીટરનું અંતર કાપશે. સુત્રો અનુસાર, અમિત શાહ લગભગ દરેક પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો પ્રવાસ કરશે. અમિત શાહ એપ્રિલના અંતિમ અઠવાડિયે જમ્મુ-કાશ્મીર ગયા હતા. રીપોર્ટ અનુસાર, મોટાભાગના રાજ્યો માટે અમિત શાહના પ્રવાસની સંભવિત તારીખ નક્કી થઇ ચુકી છે. જો કે, આ તારીખોમાં તત્કાલીન જરૂરિયાત અનુસાર અંતિમ સમયે બદલાવ શક્ય છે. ભાજપે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ઓડીશા, તેલંગાના, કેરલ અને પશ્ચિમ બંગાળમાં ૧૦૨ માંથી આશરે 4 સીટો પર જીત હાંસલ કરી હતી. તેમણે સંગઠનમાં ફેરબદલ પર પણ સંકેત આપ્યા કેમ કે ઘણા પદાધિકારી ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બની ચુક્યા છે. જો કે, ભાજપના ચાણક્ય ગણાતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પંચાયતથી લઈને નગરપાલિકા ચૂંટણી થતા સંસદ સુધી દરેક ચૂંટણીનું સંચાલન પોતાના હાથમાં રાખે છે. હાલમાં જ ભુવનેશ્વરમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય કારોબારીમાં પોતાના સંબોધનમાં તેમણે પોતાની ઈચ્છા અને પાર્ટી માટે પોતાની મહત્વાકાંક્ષાને સ્પષ્ટ કરી દીધી હતી. ભાજપે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ઓડીશા, તેલંગાના, કેરલ અને પશ્ચિમ બંગાળમાં ૧૦૨ માંથી આશરે 4 સીટો પર જીત હાંસલ કરી હતી. તેમણે સંગઠનમાં ફેરબદલ પર પણ સંકેત આપ્યા કેમ કે ઘણા પદાધિકારી ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બની ચુક્યા છે. જો કે, ભાજપના ચાણક્ય ગણાતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પંચાયતથી લઈને નગરપાલિકા ચૂંટણી થતા સંસદ સુધી દરેક ચૂંટણીનું સંચાલન પોતાના હાથમાં રાખે છે. હાલમાં જ ભુવનેશ્વરમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય કારોબારીમાં પોતાના સંબોધનમાં તેમણે પોતાની ઈચ્છા અને પાર્ટી માટે પોતાની મહત્વાકાંક્ષાને સ્પષ્ટ કરી દીધી હતી. આ દિશામાં આગળ વધતા અમિત શાહે પોતાના ધુંઆધાર કાર્યક્રમ નક્કી કરી લીધા છે. ભાજપ અધ્યક્ષ આવનાર ત્રણ મહિનામાં દેશના દરેક રાજ્યોનો પ્રવાસ કરશે. સુત્રો અનુસાર, આ પ્રવાસ માટે રાજ્યોને ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ૧. જ્યાં ભાજપની સરકાર છે ૨. જ્યાં એનડીએની સરકાર છે ૩. જ્યાં વિપક્ષની સરકાર છે આ ઉપરાંત રાજ્યોના આકારને પણ ધ્યાનમાં રાખવા આવ્યા છે. આ આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમિત શાહ ક્યાં કેટલો સમય વિતાવશે. ઘણા મોટા રાજ્યોમાં તે ત્રણ દિવસ રહેશે જયારે નાના રાજ્યોમાં તે એક દિવસનો સમય વિતાની શકે છે. મહત્વપૂર્ણ એ છે કે, તે આગામી ત્રણ મહિનામાં દરેક રાજ્યોનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓને મળીને તેમનો ફીડબેક લેશે અને આ ભાવના ઉભી કરશે કે પાર્ટી નેતૃત્વ સંગઠનમાં દરેક સ્ટાર પર બધાને સાથે લઈને ચાલવા ઈચ્છે છે. શરૂઆતી કાર્યક્રમ દરમિયાન તે જમ્મુમાં બે દિવસ વિતાવશે, જે કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે તે અનુસાર, તે રાજ્યના પદાધિકારીઓ ઉપરાંત બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મળીને જમીની હકીકતની તપાસ કરશે. આ સાથે જ તે વિસ્તારના બુદ્ધિજીવીઓ સાથે પણ ચર્ચા કરશે અને મીડિયા સાથે પણ રૂબરૂ થશે.

The post 2019 માટે Amit Shah એ કસી કમર, ૫ મહિનામાં એક લાખ કિમી પ્રવાસ કરશે ભાજપ અધ્યક્ષ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

2019 માટે Amit Shah એ કસી કમર, ૫ મહિનામાં એક લાખ કિમી પ્રવાસ કરશે ભાજપ અધ્યક્ષ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×