Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગુજરાત Congress દ્વારા આજથી ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’નો માંડવીથી પ્રારંભ

Congress Began to 'shore rescue campaign boat journey' from 3rd May to Mandvi to Umargam

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમાર સમુદાયના વિવિધ પડતર પ્રશ્નોને લઈને Congress દ્વારા આગામી તા. ૩જી મેએ કચ્છના માંડવીથી દક્ષિણ ગુજરાતના વલસાડ સુધીનું ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં યોજાનારા આ અભિયાન યાત્રામાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ માછીમાર સમુદાયને બોટ ખરીદવાથી માંડીને તેમનું જીવનધોરણ ઊચું લાવવા માટે કરેલી કામગીરી-પ્રોત્સાહન સામે ભાજપ સરકાર દ્વારા માછીમાર સમુદાયને કરી રહેલાં અન્યાયના મુદ્દા ઉઠાવાશે. રાજ્યના દરિયાકિનારાને બચાવવા ગુજરાત પ્રદેશ Congress દ્વારા તા. ત્રીજી મેથી કચ્છના માંડવીથી 'કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવશે, તેમ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારે કોંગ્રેસના શાસનમાં માછીમારોને અપાયેલા લાભ અને યોજનાઓ છીનવી લીધા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં કચ્છ-માંડવીથી 'કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા'નો આરંભ થશે. 12 મેએ વલસાડના ઉમરગામ ખાતે પૂર્ણાહુતિ થશે. ઉમરગામમાં જનસભાને રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ સંબોધશે. 'કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા'ના રૂટ પર 30 જેટલી જનસભા યોજાશે. જનસભાને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન મિસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો સંબોધશે. મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે માછીમારોને મશીનવાળી બોટ ખરીદવા લોન, સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, માસિક 250 લિટર કેરોસીનનો ક્વોટા અપાતો હતો તે ભાજપ સરકારે બંધ કરી દીધો છે. પાકિસ્તાન બોટ ઝડપી લે તો નવી બોટ બનાવવા રૂ. 20 લાખ, પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને દૈનિક ભથ્થા સહિત રૂ. બે લાખનું વળતર આપવામાં આવતું હતું, તે ભાજપ સરકારે બંધ કર્યું છે.

The post ગુજરાત Congress દ્વારા આજથી ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’નો માંડવીથી પ્રારંભ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગુજરાત Congress દ્વારા આજથી ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’નો માંડવીથી પ્રારંભ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×