Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Fitch એ યથાવત રાખ્યું ભારતનું રેટિંગ, ૧૧ વર્ષથી એક જ સ્તર પર બરકરાર

સરકારી ખજાનાની નબળી સ્થિતિનાં આધારે વૈશ્વિક રેટિંગ એજન્સી Fitch રેટિંગ્સને ભારત માટે પોતાની સરકારી રેટિંગ 'BBB' ને જાળવી રાખ્યું છે. વર્તમાન રેટિંગનું સ્તર રોકાણ કેટેગરીમાં સૌથી નીચે છે અને આ અમેરિકી એજન્સી Fitch એ ભારતને આ રેટિંગ લગભગ એક દાયકા પહેલા જ હતી અને ત્યારથી તેમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. એજન્સીનું અનુમાન છે કે, ભારતનો આર્થિક વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ માં વધીને ૭.૭ ટકા થઇ જશે. જોકે, નાણાકીય ૨૦૧૬ માં ૭.૧ ટકા રહ્યો હતો. ભારતમાં સરકાર અને અનેક વિશ્લેષક વૈશ્વિક એજ્ન્સીઓ દ્વારા આપવામાં આવતા રેટિંગ પર સવાલ ઉઠતા રહે છે અને તેમનો તર્ક છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની આર્થિક માળખામાં મહત્વપૂર્ણ બદલાવ થયો છે. નોંધનીય છે કે, સરકારે પોતાની આર્થિક સમીક્ષા ૨૦૧૭ માં પણ ચીનની તુલનામાં ભારતનું રેટિંગ નક્કી કરવામાં 'અલગ' ધોરણોનું પાલન કરવા માટે રેટિંગ એજન્સીઓની આલોચના કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, એજન્સીઓ જીએસટી જેવી સુધારાને પોતાની ગણતરીમાં સામેલ નથી કરી રહી. જોકે, તે તેમની ખરાબ 'ક્રેડિટ' ને જ પ્રતિબિંબિત કરે છે. ફિચે તે પહેલા ભારતની સરકારી રેટિંગને ૧ ઓગસ્ટ ૨૦૦૬ માં BB પ્લસથી BBB (સ્થિર પરિદ્રશ્ય સાથે) કર્યું હતું. ત્યાર બાદ ૨૦૧૨ માં તેને બદલીને નકારાત્મક કર્યું અને આગામી સ્થિર પરિદ્રશ્યવાળો કરી દીધું છે. ફિચે એક નોટમાં કહ્યું છે, 'સરકારી બોન્ડોની BBB-રેટિંગમાં મજબૂત મધ્યાવધિ વૃદ્ધિ પરિદ્રશ્ય અને અનૂકુળ બાહ્ય સંતુલનો સાથે નબળી રાજકોષીય સ્થિતિ, કઠોર વ્યવસાયિક વાતાવરણ વચ્ચે સંતુલન રાખવાનું છે.'

The post Fitch એ યથાવત રાખ્યું ભારતનું રેટિંગ, ૧૧ વર્ષથી એક જ સ્તર પર બરકરાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Fitch એ યથાવત રાખ્યું ભારતનું રેટિંગ, ૧૧ વર્ષથી એક જ સ્તર પર બરકરાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×