Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pakistan એ પૂંછમાં ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ

Pakistan એ પૂંછમાં ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

Pakistan પોતાની હરકતો બંધ કરવાનું નામ નથી લઇ રહ્યું. હાલમાં ગોળીબારીમાં બે જવાનોના શહીદ થયા બાદ આજે સવારે પણ Pakistan તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં લગાતાર ફાયરીંગ થયું છે. પાકિસ્તાન તરફથી મોડી રાતે ૨:૩૦ વાગ્યાથી ૫:૩૦ સુધી લગાતાર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ફાયરીંગ પૂંછ સેક્ટરના માનકોટ વિસ્તારમાં થયું છે.

સોમવારે થયો હતો હુમલો

તમને જણાવી દઈએ કે, સોમવારે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં સેનાના નાયબ સુબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર શહીદ થયા હતા. હુમલા બાદ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે જવાનોની લાશને ક્ષત- વિક્ષત કરી દીધી હતી. જવાનો સાથે બર્બરતાને લઈને દેશભરમાં આક્રોશ છે.

સેનાએ કહ્યુ- આપીશું જડબાતોડ જવાબ

સેનાના બે જવાનો સાથે બર્બરતાના મુદ્દા પર વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટોફ સરથ ચંદે કહ્યું હતું કે, પાકિસ્તાને આ અંજામ ભોગવવો પડશે. આર્મી આ હરકતનો જવાન નક્કી કરવામાં આવેલ સમય પર આપશે. તેમણે કહ્યું કે, બે જવાનોની હત્યા અને તેમનું માથું કાપવું પાકિસ્તાની સેનાની કુંઠા બતાવે છે. સારથ ચંદે કહ્યું કે, પાકિસ્તાની સેના પોતાની આ હરકત ક્યારેય યોગ્ય નહિ ગણાવી શકે.

સેનાને ફ્રી હેન્ડ!

ભારતીય સેના પ્રમુખ કર્નલ બીપીન રાવત પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા શ્રીનગરમાં હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સેનાને પાકિસ્તાનની હરકતનો જવાબ આપવા માટે સરકારે ફ્રી હેન્ડ કરી દીધી છે.

વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક!

પાકિસ્તાનની આ હરકત બાદ દેશમાં એક વાર ફરીથી સર્જીકલ સ્ટ્રાઈકની માંગ ઉઠવા લાગી છે. પૂર્વ આર્મી કર્મીઓથી લઈને તમામ સંગઠનોના લોકો મોદી સરકાર પાસે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી રહ્યા છે.

The post Pakistan એ પૂંછમાં ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Pakistan એ પૂંછમાં ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×