Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આઈપીએલના ૧૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું…..

Delhi Daredevils vs સનરાઇઝર્સ હૈદરાબાદ

કોરી એન્ડરસન અને યુવા બેટ્સમેનની શાનદાર ઇનિંગના આધારે Delhi Daredevils એ સતત હારના સિલસિલાને તોડી હૈદરાબાદને છ વિકેટથી હરાવી આઈપીએલમાં પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે.

દિલ્હી ડેરડેવિલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

દિલ્હી ડેરડેવિલ્સની જીત અને હૈદરાબાદની હારની સાથે આ મેચમાં બેટ્સમેનોએ એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જે આઈપીએલના ૧૦ વર્ષના ઇતિહાસમાં આ અગાઉ કયારેય પણ બન્યો નથી.

દિલ્હી ડેરડેવિલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

જી હા, કાલે દિલ્હી ડેરડેવિલ્સ અને હૈદરાબાદના કુલ ૧૦ બેટ્સમેનોએ ૨૦ અથવા તેનાથી વધુ રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ પ્રથમ તક છે જયારે એક મેચમાં ૧૦ અલગ-અલગ બેટ્સમેનોએ ૨૦ થી વધુ રન બનાવ્યા હોય.

દિલ્હી ડેરડેવિલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

જયારે હૈદરાબાદના માટે ડેવિડ વોર્નર, શિખર ધવન, કેન વિલિયમ્સન, યુવરાજ સિંહ અને હેનરીક્સ બધાએ ૨૦ થી વધુ રન બનાવ્યા હતા.

દિલ્હી ડેરડેવિલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

ત્યારે દિલ્હી ડેરડેવિલ્સના માટે સંજૂ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, શ્રેયર અય્યર અને કોરી એન્ડરસને પણ ૨૦ થી વધુ રન બનાવી આ રેકોર્ડ બનાવ્યો હતો.

દિલ્હી ડેરડેવિલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

તેમ છતાં દિલ્હી ડેરડેવિલ્સના બેટ્સમેનોની ઇનિંગ હૈદરાબાદ પર ભારે પડી અને તેમણે અંતમાં દિલ્હી ડેરડેવિલ્સને જીત અપાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-૧૦ ની ૪૦ મી મેચમાં Delhi Daredevils એ હૈદરાબાદને છ વિકેટ હરાવી દીધું હતું. આ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા હૈદરાબાદે યુવરાજ સિંહના અણનમ ૭૦ રનના આધારે ૨૦ ઓવરમાં ૩ વિકેટ ૧૮૫ રન બનાવ્યા હતા. દિલ્હી ડેરડેવિલ્સને જીત માટે ૧૮૬ રન બનાવવાના હતા અને આ ટાર્ગેટ દિલ્હી ડેરડેવિલ્સે ૧૯.૧ ઓવરમાં મેળવી લીધો હતો. દિલ્હી ડેરડેવિલ્સને પ્રથમ જટકો સંજૂ સેમસનના રૂપમાં પડ્યો હતો. સંજૂ સેમસનને મો. સિરાજે ૨૪ રન પર શિખર ધવનના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. કરૂણ નાયરે ૨૦ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. રિષભ પંતે ૨૦ બોલમાં ૩૪ રન બનાવી મો. સિરાજની બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. શ્રેયસ અય્યરને ભુવનેશ્વર કુમારે પોતાની ઓવરમાં આઉટ કરાવ્યા હતા. તેમને ૩૩ રન બનાવ્યા હતા.કોરી એન્ડરસને ૨૪ બોલમાં ૪૧ રનની ઇનિંગ રમી અણનમ રહ્યા જયારે ક્રિસ મોરીસ ૧૫ રન બનાવી અણનમ રહ્યા હતા. દિલ્હી ડેરડેવિલ્સને જીત માટે મળેલા ટાર્ગેટને ૧૯.૧ ઓવરમાં ૪ વિકેટે મેળવી લીધો હતો. હૈદરાબાદને પ્રથમ જટકો મોહમ્મદ સામીએ આપ્યો હતો. સારી બેટિંગ કરી રહેલા ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરને તેમણે ક્લીન બોલ્ડ કરી દીધા હતા. ડેવિડ વોર્નરે ૨૧ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે શિખર ધવનની સાથે મળીને ૫૩ રનની ભાગીદારી કરી હતી. શિખર ધવનને અમિત મિશ્રાએ પોતાના શિકાર બનાવ્યા હતા. અમિત મિશ્રાએ તેમને કેચ આઉટ કરાવ્યા દીધા હતા. શિખર ધવને ૧૭ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા. મોહમ્મદ સામીએ કેન વિલિયમ્સનના રૂપે ત્રીજો જટકો આપ્યો હતો. કેન વિલિયમ્સને ૨૪ રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે ૪૧ બોલમાં અણનમ ૭૦ રન બનાવ્યા અને હેનરિક્સે ૧૮ બોલમાં અણનમ ૨૫ રન બનાવ્યા હતા.

The post આઈપીએલના ૧૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું….. appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આઈપીએલના ૧૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું…..

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×