Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં મુખ્યમંત્રી નિવાસે આજે યોજાશે‘યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’સંવાદ ગોષ્ઠિ

Discussion Of Young Gujarat For New India Organise At CM House In Presence Of CM Vijay Rupani

Gujarat ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યૂ ઇન્ડીયાના સંકલ્પમાં રાજ્યની યુવાશકિતની સહભાગીતાને પ્રેરિત કરતા નવતર અભિગમરૂપે 'યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’સંવાદ-ગોષ્ઠિનું આજે સાંજે ૭ કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજન કર્યુ છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત આયોજનમાં ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની વિશિષ્ઠ સંવાદ ગોષ્ઠિ યોજાવાની છે. આ વિશિષ્ઠ સંવાદ ગોષ્ઠિમાં સમાજને સ્પર્શતા બહુવિધ વિષયો ઉદ્યોગ, વ્યાપાર અને મીડીયા જેવા ક્ષેત્રોમાં યુવાવયે ઉત્કૃષ્ટ પ્રદાન કરીને નોંધપાત્ર સિધ્ધિ મેળવનારા રાજ્યના યુવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ યુવા સાહસિકો મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ અને વિચારોના આદાન-પ્રદાનથી પોતાના અનુભવો-નવા વિચારોની આદાન પ્રદાન કરશે. દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસના વિવિધ પહેલુઓ પર આ ગોષ્ઠિમાં મૂકતમને ત્રીમંડળના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ યુવાશકિત કરવાની છે.મુખ્યમંત્રીએ પ૭માં ગુજરાત ગૌરવ દિવસની ગરિમામય ઉજવણીના ભાગરૂપે આયોજિત કરેલી આ નવિન સંવાદ-ગોષ્ઠિમાં ઉપસ્થિત રહેવા યુવાશકિતએ પણ ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને કચ્છ સહિતના વિસ્તારોના આવા ૧૭પ જેટલા હોનહાર યુવાનો નયા ભારતના નિર્માણમાં ગુજરાતની યુવાશકિતના યોગદાન અંગે ‘યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’ના આ ફોરમમાં મંથન-મનન-ચિંતન કરશે.

The post Gujarat માં મુખ્યમંત્રી નિવાસે આજે યોજાશે‘યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’સંવાદ ગોષ્ઠિ appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં મુખ્યમંત્રી નિવાસે આજે યોજાશે‘યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’સંવાદ ગોષ્ઠિ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×