Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Yogi સરકારની નવી ગિફ્ટ, પુત્રીના જન્મ પર મળશે ૫૦ હજારના બોન્ડ

ઉત્તર પ્રદેશની Yogi આદિત્યનાથ સરકારે આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. યોગી સરકારે નિર્ણય લીધો છે કે, હવે ગરીબ પરિવારોમાં પુત્રીના જન્મ થવા પર ૫૦ હજાર રૂપિયાના બોન્ડ આપવામાં આવશે. તે હેઠળ ભાગ્યલક્ષ્મી યોજના શરુ કરવામાં આવશે. આ યોજના હેઠળ માતાને પણ ૫૧૦૦ રૂપિયા આપવામાં આવશે. Yogi સરકારના મહિલા કલ્યાણ વિભાગે આ યોજનાને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. બુંદેલખંડ પર વિશેષ ધ્યાન આ ઉપરાંત બુંદેલખંડમાં પાણીની સમસ્યાના સમાધાન માટે કેન-બેતવા લિંક નહેર પરિયોજનાના નિર્માણમાં તેજી લાવવામાં આવશે. યોગીએ ગોમતી રીવરફ્રન્ટ પરિયોજનાનું ઉદાહરણ આપતા સિંચાઈ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, સરકારી યોજનાઓમાં પૈસાની બરબાદી ન થાય, જો કોઈ ગડબડી થશે તો અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. દરેક વિભાગો પાસે માંગ્યું શ્વેતપત્ર યુપી સરકારમાં મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, ગુરુવારે દરેક વિભાગોના પ્રેઝન્ટેશન પૂર્ણ થઇ ચુક્યા છે. મુખ્યમંત્રીએ દરેક વિભાગોને શ્વેતપત્ર જારી કરવાનું કહ્યું છે. દરેક મંત્રી જીલ્લામાં જઈને સરકારના ૧૦૦ દિવસના એજેન્ડા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરશે. સીએમ યોગીએ આદેશ આપ્યો છે કે, બેઝીક શિક્ષામાં સુધારાની જરૂર છે, તેના માટે શાળામાં જઈને નિરીક્ષણ કરવાના પણ આદેશ આપ્યા છે. ઔચક નિરીક્ષણ કરવાના નિર્દેશ દરેક મંત્રીઓ પર અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હોસ્પિટલોમાં ઔચક નિરીક્ષણ કરવામાં આવે અને સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તો દરેક ગામમાં રાતે ૭ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી વીજળી રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. યોગી સરકારે નિર્ણય કર્યો છે કે, જે જીલ્લામાંથી વધારે ફરિયાદ આવશે, ત્યાંના ડીએમને સસ્પેન્ડ કરીને જવાબ માંગવામાં આવશે.

The post Yogi સરકારની નવી ગિફ્ટ, પુત્રીના જન્મ પર મળશે ૫૦ હજારના બોન્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Yogi સરકારની નવી ગિફ્ટ, પુત્રીના જન્મ પર મળશે ૫૦ હજારના બોન્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×