Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દિવસમાં ૩ કેળા ખાવાથી ઘટે છે સ્ટ્રોકનું જોખમ

3 bananas day decreases Stroke risk

દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. આ અભ્યાસના તારણો રજુ કરતી વખતે ઘણા તારણો પણ આપવામાં આવ્યા છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં ચાવીરૃપ ભુમિકા ભજવે છે. બ્રિટીશ અને ઇટાલિયન સંશોધકોએ અભ્યાસના તારણો રજુ કરતી વખતે જણાવ્યું છે કે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે. કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે અભ્યાસમાં જણાવ્યું છે કે બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક, અને સાંજે પણ એક કેળુ ખાવાથી પુરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે. જે બ્રેનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે. તારણમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય પોટેશિયમ ધરાવતી ચીજ વસ્તુઓ ખાવાથી સ્ટ્રોકના ખતરાને અભૂતપૂર્વ રીતે ઘટાડી શકાય છે. દૂધ, ફીશ અને અન્ય ચીજ વસ્તુઓમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ છે. કેટલાક અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. પરિણામો ખૂબ જ સારા મળ્યા છે. ૧૬૦૦ એનજીની આસપાસ દરરોજ પોટેશિયમનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો મળે છે નવેસરના અભ્યાસમાં વૈજ્ઞાાનિકોએ ઘણી એવી બાબતો રજુ કરી છે. જે પ્રથમ વખત સપાટી ઉપર આવી છે. વૈજ્ઞાાનિકોએ જુદા જુદા ૧૧ અભ્યાસમાંથી ડેટા લઈ લીધા હતા. છેક ૬૦ના દશકના આંકડા પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. એકંદરે પરિણામ કરતી વખતે તમામ અભ્યાસના તારણો પણ ધ્યાનમાં લેવાયા હતા. આમા જાણવા મળ્યું કે ૧૬૦૦ એનજીની આસપાસ દરરોજ પોટેશિયમનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો મળે છે. આનાથી સ્ટ્રોકનો હુમલો ઘટી જાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ થયો છે. જે બ્લડપ્રેસરને ઘટાડવામાં મદદરૃપ થાય છે. સાથે સાથે શરીરમાં ફ્લુઈડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે. ખૂબ ઓછા પ્રમાણમાં પોટેશિયમ હૃદયના ધબકારાને અનિયમિત બનાવવામાં ભુમિકા ભજવી શકે છે. આનાથી ડાયરિયા થવાનો ખતરો પણ રહે છે. સ્ટ્રોકના ગાળાને થતા મોતના આંકડાને ઘટાડી શકે છે યુનિર્વિસટી ઓફ ર્વાિવક અને યુનિર્વિસટી ઓફ નેપલ્સના સંશોધકોએ કહ્યું છે કે પોટેશિયમનો જથ્થો મોટાભાગના દેશમાં દરરોજ જેટલી ભલામણ કરવામાં આવી છે તેનાથી ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. પરંતુ જો લોકો વધુ પ્રમાણમાં પોટેશિયમની ચીજ વસ્તુઓ લેશે તો તેમાં ફાયદો છે. આનાથી સ્ટ્રોકના ગાળાને થતા મોતના આંકડાને ઘટાડી શકે છે.

The post દિવસમાં ૩ કેળા ખાવાથી ઘટે છે સ્ટ્રોકનું જોખમ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દિવસમાં ૩ કેળા ખાવાથી ઘટે છે સ્ટ્રોકનું જોખમ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×